રામ મંદિરને જનતાનું સપનું ગણાવતાં કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા મુકાયા વિવાદમાં
H Updated: January 1, 1970, 5:30 AM IST

કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા ફરી એકવાર અયોધ્યા રામ મંદિરના મુદ્દે વિવાદમાં ફસાયા છે. રામ મંદિરના ર્નિમાણ કાર્યને પ્રજાનું સપનું ગણાવતાં તેઓ વિવાદમાં મુકાયા છે. મહેશ શર્માએ કહ્યું કે, દેશના લોકોની ઇચ્છા છે કે દેશમાં રામ મંદિર બને.
કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા ફરી એકવાર અયોધ્યા રામ મંદિરના મુદ્દે વિવાદમાં ફસાયા છે. રામ મંદિરના ર્નિમાણ કાર્યને પ્રજાનું સપનું ગણાવતાં તેઓ વિવાદમાં મુકાયા છે. મહેશ શર્માએ કહ્યું કે, દેશના લોકોની ઇચ્છા છે કે દેશમાં રામ મંદિર બને.
- Last Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી # કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા ફરી એકવાર અયોધ્યા રામ મંદિરના મુદ્દે વિવાદમાં ફસાયા છે. રામ મંદિરના ર્નિમાણ કાર્યને પ્રજાનું સપનું ગણાવતાં તેઓ વિવાદમાં મુકાયા છે.
મહેશ શર્માએ કહ્યું કે, દેશના લોકોની ઇચ્છા છે કે દેશમાં રામ મંદિર બને. જોકે તેમણે એ પણ કહ્યું કે, આ મામલો હાલમાં કોર્ટમાં છે. એવામાં મંદિરનું ર્નિમાણ સામાન્ય સહમતી કે કોર્ટના આદેશથી બને. અહીં નોંધનિય છે કે, કેટલાક દિવસોથી રામ મંદિરના ર્નિમાણને લઇને ફરી ગણગણાટ શરૂ થયો છે અને અયોધ્યામાં શિલા પૂજન પણ શરૂ થયું છે.
કેન્દ્રિય મંત્રી મહેશ શર્માએ કહ્યું કે, લોકોની ઇચ્છા છે કે ત્યાં રામ મંદિર બને પરંતુ ભાજપ અને મારૂ માનવું છે કે મંદિર બનશે તો લોકોની સહમતી કે કોર્ટના આદેશથી. મહેશ શર્માએ કહ્યું કે દેશની જનતાનું સપનું છે કે રામ મંદિર જલ્દીથી બને. અમારી પાર્ટી આ અંગે વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. અમે કહી ચૂક્યા છીએ કે દેશવાસીઓ રામ મંદિર બનાવવા ઇચ્છે છે. પરંતુ સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલુ છે. સુપ્રિમ કોર્ટનું અમે પાલન કરીશું અને સહમતિ બાદ જ રામ મંદિર બનાવીશું. પ્રયાસ ચાલુ છે.