ભારત સામે હુમલા માટે લશ્કર એ તોયબા IS સાથે હાથ મિલાવી શકે છે : સેના

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ભારત સામે હુમલા માટે લશ્કર એ તોયબા IS સાથે હાથ મિલાવી શકે છે : સેના
વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે ત્યારે ભારત માથે સંકટ વધુ ઘેરૂ બન્યું છે. આ સંજોગોમાં ભારતીય સેનાના એક ઉચ્ચ કક્ષાને અધિકારીએ ચિંતા વ્યક્ત કરી છે કે, ભારત પર હુમલા કરવા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે હાથ મિલાવી શકે એમ છે.

  • Share this:
જમ્મુ # વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે ત્યારે ભારત માથે સંકટ વધુ ઘેરૂ બન્યું છે. આ સંજોગોમાં ભારતીય સેનાના એક ઉચ્ચ કક્ષાને અધિકારીએ ચિંતા વ્યક્ત કરી છે કે, ભારત પર હુમલા કરવા માટે આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે હાથ મિલાવી શકે એમ છે. ભારતીય સેનાના એક ઉચ્ચ કક્ષાના કમાન્ડરે સંભાવના વ્યક્ત કરી છે કે આતંકી સંગઠન આઇએસ ભારત પર હુમલા કરવા માટે પાકિસ્તાન સમર્થિત લશ્કર એ તોયબા સાથે હાથ મિલાવી શકે છે. સેનાના લેફ્ટિનેન્ટ જનરલ આર આર નિંભોરકરે જમ્મુમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, ભારત ઉપર હુમલા કરવા માટે આઇએસ લશ્કર સાથે હાથ મિલાવી શકે એવી પુરી સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે, આતંકી સંગઠન વિશ્વમાં પોતાની દહેશત ફેલાવવા માંગે છે અને આ માટે તે ગમે તે કરી શકે એમ છે. કોઇનો પણ સાથ લઇ શકે એમ છે. તેઓએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે હાલમાં પીઓકેમાં અંદાજે 700થી વધુ સક્રિય આતંકવાદીઓ છે. લાઇન ઓફ કંટ્રોલના પીઓકેમાં આતંકવાદીઓના તાલીમ કેમ્પ અંગે સવાલમાં તેમણે કહ્યું કે, પકડાયેલ આતંકવાદી નાવેદે આવા 37 તાલીમ કેમ્પ હોવાની જાણકારી આપી છે.
First published: November 20, 2015
વધુ વાંચો
अगली ख़बर