મંત્રીએ કહ્યું ગેટ આઉટ, મહિલા SPએ કહ્યું નહીં જાઉં

H
Updated: January 1, 1970, 5:30 AM IST
મંત્રીએ કહ્યું ગેટ આઉટ, મહિલા SPએ કહ્યું નહીં જાઉં
હરિયાણામાં જિલ્લા કક્ષાની એક બેઠકમાં અવૈધ દારૂના મામલે મંત્રી અને મહિલા એસપી તૂ તૂ મેં મેં ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં મંત્રીએ મહિલા એસપીને ગેટ આઉટ કહી દીધું હતું. પરંતુ સામે મહિલા એસપીએ પણ નહીં જાઉ કહેતાં મામલો બિચક્યો હતો.

હરિયાણામાં જિલ્લા કક્ષાની એક બેઠકમાં અવૈધ દારૂના મામલે મંત્રી અને મહિલા એસપી તૂ તૂ મેં મેં ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં મંત્રીએ મહિલા એસપીને ગેટ આઉટ કહી દીધું હતું. પરંતુ સામે મહિલા એસપીએ પણ નહીં જાઉ કહેતાં મામલો બિચક્યો હતો.

 • Share this:
નવી દિલ્હી # હરિયાણામાં જિલ્લા કક્ષાની એક બેઠકમાં અવૈધ દારૂના મામલે મંત્રી અને મહિલા એસપી તૂ તૂ મેં મેં ઉપર ઉતરી આવ્યા હતા. જેમાં મંત્રીએ મહિલા એસપીને ગેટ આઉટ કહી દીધું હતું. પરંતુ સામે મહિલા એસપીએ પણ નહીં જાઉ કહેતાં મામલો બિચક્યો હતો. ફતેહબાદમાં જિલ્લા સમસ્યા નિવારણ સમિતિની બેઠકમાં આ ગરમાગરમી થઇ હતી. દારૂના મામલે મંત્રી અનિલ વિજે અને ફતેહબાદના મહિલા એસપી સંગીતા કાલિયા વચ્ચે ટક્કર જામી હતી. મંત્રી અનિલ વિજે એસપી સંગીતા કાલિયાને દારૂબંધીને લઇને લોકોના પ્રશ્નોના ઉકેલની વાત કરી, પરંતુ સંગીતા કાલિયા પોતાનો જવાબ આપે એ પહેલા જ મંત્રીએ એમને બહાર જવા કહી દેતાં મામલો બિચક્યો હતો. પરંતુ એસપીએ બહાર જવાની સ્પષ્ટ ના પાડી દેતાં મંત્રી જાતે જ બહાર ચાલ્યા ગયા હતા. આ ઘટના બાદ આરોગ્ય મંત્રી અનિલ વિજે કહ્યું કે, એસપીની ફરિયાદ મુખ્યમંત્રીને કરશે કારણકે એસપી પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા નથી. જોકે આ સમગ્ર મામલા બાદ ફતેહબાદના એસપી સંગીતાએ મંત્રી અનિલ વિજે વિરૂધ્ધ હરિયાણાના ડીજીપી સામે ફરિયાદ કરી છે. વળી અનિલ વિજેએ આજે ટ્વિટ કરી કહ્યું કે, કામ ન કરનારા અધિકારીઓ, કર્મચારીઓ વિરૂધ્ધ મારો જંગ ચાલુ જ રહેશે. તંત્રથી ત્રસ્ત લોકોને ન્યાય અપાવવા માટે કોઇ પણ કિંમત ચુકવવા તથા કુરબાની આપવા માટે હું તૈયાર છું. જ્યારે હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે પણ આ મામલે તપાસ અહેવાલ મંગાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે એવું તેમણે કહ્યું હતું. તો બીજી તરફ વિપક્ષને આ ઘટના બાદ હરિયાણાની ભાજપ સરકાર સામે નિશાન શાધવાનો મોતો મળી ગયો છે. આઇએનએલડી નેતા દુષ્યંત ચૌટાલાનું કહેવું છે કે, રાજ્યમાં ભગવાન ભરોસે કામ ચાલી રહ્યું છે.
First published: November 28, 2015
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,205,178

   
 • Total Confirmed

  1,680,527

  +76,875
 • Cured/Discharged

  373,587

   
 • Total DEATHS

  101,762

  +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres