સર્વાંગી અને વિકાસલક્ષી હશે બજેટ : ડેપ્યૂટી સીએમ નિતિન પટેલ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સર્વાંગી અને વિકાસલક્ષી હશે બજેટ : ડેપ્યૂટી સીએમ નિતિન પટેલ
વર્તમાન ભાજપ સરકારનું છેલ્લું અને રૂપાણી સરકારનું આજે પહેલું બજેટ રજુ થવાનું છે ત્યારે બજેટને લઇને અનેક તર્કવિર્તકો ઉઠવા પામ્યા છે. આ સંજોગોમાં ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે બજેટને લઇને કહ્યું હતું કે, બજેટ સર્વાંગી વિકાસલક્ષી રાખવામાં આવ્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #વર્તમાન ભાજપ સરકારનું છેલ્લું અને રૂપાણી સરકારનું આજે પહેલું બજેટ રજુ થવાનું છે ત્યારે બજેટને લઇને અનેક તર્કવિર્તકો ઉઠવા પામ્યા છે. આ સંજોગોમાં ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે બજેટને લઇને કહ્યું હતું કે, બજેટ સર્વાંગી વિકાસલક્ષી રાખવામાં આવ્યું છે. વાંચો : વિધાનસભામાં બજેટ પૂર્વે ભારે હંગામો નાણા વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યૂટી સીએમ નિતિન પટેલ દ્વારા આજે બપોરે એક કલાકે વિધાનસભામાં રાજ્ય સરકારનું વર્ષ 2017-18નું અંદાજપત્ર રજુ કરવામાં આવનાર છે. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે વર્તમાન સરકાર દ્વારા કેવું બજેટ આપવામાં આવશે એને લઇને અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. આ સંજોગોમાં આજે સવારે બજેટ માટે વિધાનસભા જવા રવાના થતાં પૂર્વે ડેપ્યૂટી સીએમ નિતિન પટેલે બજેટને લઇને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, એકંદરે કરવેરાના બોજ વિનાનું અને સર્વાંગી વિકાસલક્ષી બજેટ તૈયાર કરાયું છે. સામાન્ય માણસથી લઇને તમામ વર્ગ અને ક્ષેત્રોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
First published: February 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर