બિહાર ચૂંટણી : વિદેશી મીડિયાનો PM મોદી પર હુમલો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
બિહાર ચૂંટણી : વિદેશી મીડિયાનો PM મોદી પર હુમલો
બિહાર વિધાનસભામાં ભાજપના નેતૃત્વમાં એનડીએની કારમી હારને લઇને વિદેશી મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. વિદેશી મીડિયાએ લખ્યું છે કે હવે સ્થાનિક કક્ષાએ મોદીની ક્ષમતા અને લોકપ્રિયતા ઘટી રહી છે. બ્રિટિશ અખબાર ધ ગાર્જિયને પોતાના અહેવાલમાં કહ્યું છે કે, બિહાર ચૂંટણીમાં મળેલી નિષ્ફળતા આ સંકેત આપે છે. બિહાર ચૂંટણીથી એ સંકેત મળી રહ્યો છે કે મતદારો પર હવે મોદીની અપીલની અસર ઓછી થઇ રહી છે.

  • Share this:
લંડન # બિહાર વિધાનસભામાં ભાજપના નેતૃત્વમાં એનડીએની કારમી હારને લઇને વિદેશી મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. વિદેશી મીડિયાએ લખ્યું છે કે હવે સ્થાનિક કક્ષાએ મોદીની ક્ષમતા અને લોકપ્રિયતા ઘટી રહી છે. બ્રિટિશ અખબાર ધ ગાર્જિયને પોતાના અહેવાલમાં કહ્યું છે કે, બિહાર ચૂંટણીમાં મળેલી નિષ્ફળતા આ સંકેત આપે છે. બિહાર ચૂંટણીથી એ સંકેત મળી રહ્યો છે કે મતદારો પર હવે મોદીની અપીલની અસર ઓછી થઇ રહી છે. અખબારે લખ્યું છે કે, ભારતની સત્તાધારી પાર્ટીએ એક સ્થાનિત ચૂંટણીમાં હાર માની છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મત પ્રાપ્ત કરવાની ક્ષમતા અને એમની રાજકીય રણનીતિની કસોટી હતી જેમાં તે ખરા ઉતર્યા નથી. અખબારે આ ટીપ્પણી એવા સમયે કરી છે કે જ્યારે આ સપ્તાહમાં તેઓ બ્રિટનના પ્રવાસે જનાર છે. ધ ગાર્જિયને લખ્યું કે બિહારમાં ભાજપની હાર મોદી માટે સૌથી મોટો આંચકો છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રચંડ બહુમતી સાથે ચૂંટાઇ આવ્યા હતા. પોતાના ચૂંટણી પ્રચારમાં વિકાસ, આધુનિકકરણ અને રોજગારી અને સામાજિક મૂલ્યોના જતનની વાતો કરતાં પ્રચંડ બહુમતી મળી હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદ આ વાયદાઓ પુરા થયા નથી. બીબીસીએ લખ્યું છે કે, મોદીને છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રીય ચૂંટણીમાં શાનદાર જીત મળી હતી. પરંતુ આ ચૂંટણીમાં કારમો પરાજય થયો છે. આ એક મોટો આંચકો છે. પાકિસ્તાનના મોટા અખબાર ડોનમાં એવું લખાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાય પરની રાજનીતિ વિરૂધ્ધ બિહાર ચૂંટણીના પરિણામો આવ્યા છે. સાંપ્રદાયિક રાજકારણના એજન્ડાનું આ પરિણામ છે. ધ ન્યૂઝે પોતાના અહેવાલમાં લખ્યું છે કે, બિહારમાં ભાજપની હાર વડાપ્રધાન માટે મોટો આંચકો છે. જેમણે પોતાના પ્રચારમાં કોઇ કસર બાકી રાખી ન હતી. ધ ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીને આજે એવા સમયે હારનો આંચકો મળ્યો છે કે જ્યારે દેશના ત્રીજા નંબરના સૌથી મોટા રાજ્ય બિહારના મતદારોએ એમને જાકારો આપ્યો છે.
First published: November 9, 2015
વધુ વાંચો
अगली ख़बर