બિહાર હાર મુદ્દે માંઝી બોલ્યા, ભાગવતનું નિવેદન ખોટા સમયે આવ્યું

H
Updated: January 1, 1970, 5:30 AM IST
બિહાર હાર મુદ્દે માંઝી બોલ્યા, ભાગવતનું નિવેદન ખોટા સમયે આવ્યું
બિહારમાં ભાજપની હાર થતાં વિદેશી મીડિયાએ પણ વડાપ્રધાન મોદીને અસરકારકતા સામે સવાલ ઉઠાવ્યા છે ત્યારે ભાજપ સાથે આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ હાર અંગે કહ્યું હતું કે, આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન ખોટા સમયે આવ્યું હતું.

  • Share this:
પટના # બિહારમાં ભાજપની હાર થતાં વિદેશી મીડિયાએ પણ વડાપ્રધાન મોદીને અસરકારકતા સામે સવાલ ઉઠાવ્યા છે ત્યારે ભાજપ સાથે આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ હાર અંગે કહ્યું હતું કે, આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન ખોટા સમયે આવ્યું હતું. એનડીએની હાર અંગે પાર્ટીના સહયોગી હમના અધ્યક્ષ જીતનરામ માંઝીએ કહ્યું કે, આરએસએસ વડા મોહન ભાગવતનું અનામત અંગેનું નિવેદન ખોટા સમયે આવ્યું હતું. તેમણે કહ્યું કે, હારના ઘણા કારણો છે જેમાંનું આ પણ એક મહત્વનું કારણ છે. અહીં નોંધનિય છે કે, માંઝીની પાર્ટીને માંડ એક બેઠક મળી છે અને એ પણ પોતે જ જીત્યા છે. તે પણ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા હતા. જેમાંથી એક બેઠક પર તેઓની હાર થઇ છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપ માત્ર 58 બેઠકોમાં જ સમેટાઇ ગઇ છે તો મહાગઠબંધનને 178 બેઠકો પર શાનદાર જીત મળી છે.
First published: November 9, 2015
વધુ વાંચો
अगली ख़बर