ભણતરના નામે પાર્ટી: NIDમાં પોલીસનો સપાટો, નશાની હાલતમાં 29 છાત્રોને ઝડપ્યા

Haresh Suthar | News18 Gujarati
Updated: February 11, 2017, 11:53 AM IST
ભણતરના નામે પાર્ટી: NIDમાં પોલીસનો સપાટો, નશાની હાલતમાં 29 છાત્રોને ઝડપ્યા
ગુજરાત રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાતમીને આધારે પોલીસ રેડ કરી એનઆઇડીમાંથી નશાની હાલતમાં 29 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 11, 2017, 11:53 AM IST
અમદાવાદ #ગુજરાત રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાતમીને આધારે પોલીસ રેડ કરી એનઆઇડીમાંથી નશાની હાલતમાં 29 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


શહેરમાં દારૂની પાર્ટીઓ ખુલ્લેઆમ બેરોકટોક ચાલતી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દારૂબંધીની સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતી પાર્ટીનો પણ પર્દાફાશ થયો છે.પોલીસે પાલડી એનઆઇડીમાં રેડ કરી દારૂ પીધેલી હાલતમાં 29 છાત્રોને ઝડપી લીધા છે. જેમાં 15 વિદ્યાર્થીઓ અને 14 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથોસાથ દારૂ ક્યાંથી આવ્યો સહિત મામલે તપાસનો ધમધમા શરૂ કર્યો છે.
First published: February 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर