રાજકોટને AIMS મળે એવી શક્યતા, CM રૂપાણીએ આપ્યા સંકેત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટને AIMS મળે એવી શક્યતા, CM રૂપાણીએ આપ્યા સંકેત
સત્તાધીશ ભાજપમાં રાજકોટનું વર્ચસ્વ વધતાં રાજકોટની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. આ સંજોગોમાં રાજકોટને વધુ એક સુવિધા એમ્સના રૂપમાં મળે એવી સંભાવના છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંકેત આપ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટ #સત્તાધીશ ભાજપમાં રાજકોટનું વર્ચસ્વ વધતાં રાજકોટની સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. આ સંજોગોમાં રાજકોટને વધુ એક સુવિધા એમ્સના રૂપમાં મળે એવી સંભાવના છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંકેત આપ્યા છે. રોજકાટના કોઠારિયા ખાતે લોકાપર્ણ સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં આ અંગે સંકેત આપ્યા હતા. રાજકોટ ખાતે વિવિધ સુવિધાઓ ઉભી કરવા સરકાર કટીબધ્ધ હોવાનો ઉલ્લેખ કરતાં એમણે કહ્યું કે, નવું બસ સ્ટેન્ડ બનાવ્યું, નવું એરપોર્ટ પણ મળ્યું છે અને હવે એમ્સ પણ મળે એમ છે. અહીં નોંધનિય છે કે, રાજ્યમાં એમ્સ માટે રાજકોટ અને વડોદરાના નામ ચાલી રહ્યા હતા. જોકે આજે મુખ્યમંત્રીએ આપેલા સંકેત મુજબ હવે એમ્સ રાજકોટને મળે એવી સંભાવનાઓ પ્રબળ બની છે.
First published: April 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर