ઠાકોર સેનાએ સાણંદ બંધનું એલાન પાછું ખેંચ્યું, 10 કાર્યકરોની અટકાયત બાદ માહોલ બદલાયો

Haresh Suthar | News18 Gujarati
Updated: February 15, 2017, 2:46 PM IST
ઠાકોર સેનાએ સાણંદ બંધનું એલાન પાછું ખેંચ્યું, 10 કાર્યકરોની અટકાયત બાદ માહોલ બદલાયો
સિંચાઇના પાણી માટે લડી રહેલા ખેડૂતોના સમર્થનમાં અલ્પેશ ઠાકોર દ્વારા અપાયેલા સાણંદ બંધના એલાનમાં બાજી બદલાઇ છે. સવારથી બંધને સફળતા મળી રહી હતી આ સંજોગોમાં પોલીસ દ્વારા ઠાકોર સેનાના 10 કાર્યકરોની અટકાયત કરાતાં એકાએક બંધનું એલાન પાછું ખેંચાતાં અનેક તર્ક વિકર્તો ઉઠવા પામ્યા છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: February 15, 2017, 2:46 PM IST
સાણંદ #સિંચાઇના પાણી માટે લડી રહેલા ખેડૂતોના સમર્થનમાં અલ્પેશ ઠાકોર દ્વારા અપાયેલા સાણંદ બંધના એલાનમાં બાજી બદલાઇ છે. સવારથી બંધને સફળતા મળી રહી હતી આ સંજોગોમાં પોલીસ દ્વારા ઠાકોર સેનાના 10 કાર્યકરોની અટકાયત કરાતાં એકાએક બંધનું એલાન પાછું ખેંચાતાં અનેક તર્ક વિકર્તો ઉઠવા પામ્યા છે.

ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા આજે સાણંદ બંધનું એલાન અપાયું હતું. સવારથી જ ઠાકોર સેના બંધને સફળ બનાવવા માટે રસ્તા પર ઉતરી આવી હતી. ઠાકોર સેના દ્વારા સરકાર વિરૂધ્ધ પણ ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા હતા. જેને પગલે પોલીસ અને ઠાકોર સેના વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ સંજોગોમાં પોલીસ દ્વારા ઠાકોર સેનાના 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી લેવાતાં મામલો ગરમાયો હતો. જેને પગલે ઠાકોર સેનાના ઉપ પ્રમુખ રમેશ ઠાકોર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને બંધનું એલાન પાછું ખેંચવાની એમણે જાહેરાત કરી હતી.

ઉપ પ્રમુખ રમેશ ઠાકોરે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે સાણંદ બંધનું એલાન પાછું ખેંચીએ છીએ.
First published: February 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर