Home /News /ahmedabad /અમદાવાદ : ગુજરાતી ફિલ્મ જગતમાં અપાતી સબસીડીમાં કરોડોનો ગોટાળો, હાઇકોર્ટમાં થઈ પિટિશન

અમદાવાદ : ગુજરાતી ફિલ્મ જગતમાં અપાતી સબસીડીમાં કરોડોનો ગોટાળો, હાઇકોર્ટમાં થઈ પિટિશન

ફિલ્મ નિર્માતા મનોજ પટેલની ફાઇલ તસવીર

ફિલ્મ નિર્માતા મનોજના સનસનીખેજ દાવાથી ખળભળાટ, વાંચો પટેલે હાઇકોર્ટમાં કરેલી પિટિશનની સ્ફોટક માહિતી

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંતર્ગત મળતી સબસીડીમાં ચાર કરોડ જેટલી રકમનું કૌભાંડ થયું હોવાનો ગુજરાતી ફિલ્મ નિર્માતા મનોજ પટેલે દાવો કર્યો છે અને તેને લઈને સચોટ તપાસ તથા યોગ્ય કાર્યવાહી માટે હાઈકોર્ટમાં પિટિશન પણ કરી છે. મનોજ પટેલનું કહેવું છે કે સમગ્ર દેશ અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે આર્થિક રીતે ઝઝૂમી રહ્યો છે અને આવનારો સમય આનાથી પણ કપરી આર્થિક મહામંદીનો સમય આવવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં માહિતી અને પ્રસારણ વિભાગમાં કરવામાં આવેલ એક આરટીઆઇમાં ગુજરાતી ફિલ્મ ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2019 અને 2016 અન્વયે અપાતી સહાયની રકમ એટલે કે સબસીડી નો કથિત છબરડો બહાર આવ્યો છે.

આ છબરડામાં ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2016 હેઠળ આવતી આશરે 18 જેટલી ફિલ્મોને જૂની 2016ની સબસીડીની માહિતી મુજબ સબસીડી ચૂકવવાને બદલે વાલા-દવલા ની નીતિના ધોરણે નવી સબસીડી નીતિ 2019 મુજબ કરોડો રૂપિયા ચૂકવી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, અને હજુ પણ આ રકમમાં વધારો થાય તેવી સંભાવના મનોજ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :  સુરત : લોનના હપ્તાની બાબતે બબાલ થતા કતારગામમાં યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

તેમના દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ડિસેમ્બર 2019માં ૧૮ જેટલી ફિલ્મોને સબસિડી નાણાં ચૂકવાયા હતા તેનું લીસ્ટ તેમને મળ્યું છે.જૂની 18 ફિલ્મો 2018 2017 અને 2016માં રીલિઝ થયેલી છે જ્યારે નવી ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2019 તારીખ 8 માર્ચ 2019 ના રોજ લાગુ થઈ હતી જેના 8 માર્ચ 2019 ના ઠરાવ મા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નવી સબસીડી નીતિ આ ઠરાવ બહાર પડ્યા ની તારીખ 8 માર્ચ 2019 થી અમલી બનશે તેમ છતાં 18 ફિલ્મોમાં કેટલીક એવી ફિલ્મો પણ છે જેને અન્ય ભાષાની ફિલ્મોમાં થી રિમેક સ્વરૂપે બનાવવામાં આવી છે.

તદ ઉપરાંત જૂની ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2016 ના ઠરાવ ના આધારે આવી અન્ય ભાષાની આવી ગયેલી ફિલ્મોમાંથી રિમેક ફિલ્મોને સબસિડી મળવાપાત્ર હોતી જ નથી તેમ છતાય તેમને રિમેક રિવાઇઝ્ડ અને અન્ય આશરે 18 જેટલી 2016ની જૂની નીતિમાં આવતી ફિલ્મોને 2019 ની નવી નીતિ હેઠળ સબસીડી ના રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે.

પરંતુ આ સંભવિત કૌભાંડ આચરતી વખતે અધિકારીઓ ભૂલી ગયા છે કે ફિલ્મોને 2019 ની નવી નીતિ હેઠળ પ્રોત્સાહક સહાય આપી કૌભાંડ તેઓ ચલાવી રહ્યા છે તે જ સમયે રિલીઝ થયેલી 2016 2017 અને 2018 ની અન્ય ફિલ્મોને તેઓએ 2016ની જૂની નીતિ હેઠળ સબસીડી સહાય ચૂકવી છે એટલે આ બેવડી અને બેજવાબદાર નીતિ ને કારણે સમગ્ર કથિત કૌભાંડ લઈને તેમણે હાઇકોર્ટમાં પિટિશન કરી છે.
" isDesktop="true" id="1012470" >

ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા દોઢેક વરસથી ફિલ્મોનું સબસીડીનું ગુણાંકન આધારિત સબસિડી આપવાનું ફિલ્મ સ્ક્રીનિંગ સબસીડી માટે બનાવેલા નિયમો મુજબ થિયેટરમાં કરવાનું હોય છે તેને બદલે નિર્માતાઓ પાસેથી લો રીઝુલેશન વાળી પેન ડ્રાઇવ મંગાવી સબસીડી માટે એક રૂમમાં ફિલ્મ સ્ક્રીનિંગ શરું કરી દેવાયું છે આ સબસિડીના કથિત કૌભાંડની સાક્ષી આપે છે.. આ સમગ્ર બાબતની જાણ સરકારના સંલગ્ન વિભાગને પણ મનોજ પટેલ દ્વારા કરી દેવામાં આવી છે અને આરટીઆઇમાં સામે આવેલી માહિતીને આધારે ફિલ્મ સબસીડી ભ્રષ્ટાચાર ની સાથે સાથે તેમની ફાર્માસ્યુટિકલ કરપ્શન અને સોશિયલ મીડિયા એડિક્શન જેવા સરળ વિષય પર આવેલી ફેકબુક ધમાલ અને કમિટમેન્ટ ફિલ્મને સબસીડી માં થયેલ અન્યાય ને ધ્યાનમાં લઇ  હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે.

આ પણ વાંચો :   અમદાવાદ : લાલબત્તી સમાન કિસ્સો, વૈજ્ઞાનિકની પત્ની સાથે ટૂરિઝમ કંપનીની છેતરપિંડી, FIR દાખલ

મનોજ પટેલ દ્વારા દાદ માંગવામાં આવી છે કે સમગ્ર મુદ્દાનું તાત્કાલિક ધોરણે યોગ્ય સંશોધન કરવામાં આવે અને એના આધારે જનતાની પરસેવાની કમાણીના અંદાજિત ચાર કરોડ જેટલી ખોટી રીતે ચૂકવી દેવાની સબસિડીની વધારાની રકમ નિર્માતાઓ પાસેથી પરત લઇ શકાય.. અને જે ફિલ્મોને ફિલ્મ સબસિડી મા અન્યાય થયો છે તેમને ન્યાય મળે.
Published by:Jay Mishra
First published:

Tags: Gujarat Government, Gujarat highcourt, આરોપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन