રાષ્ટ્રપિતાના સ્વચ્છતાના સંદેશને વડાપ્રધાને સાકાર કર્યો છે : વિજય રૂપાણી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
રાષ્ટ્રપિતાના સ્વચ્છતાના સંદેશને વડાપ્રધાને સાકાર કર્યો છે : વિજય રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશભરમાંથી આવેલ મહિલા સરપંચોનું ગુજરાતવાસીઓ દ્વારા સ્વાગત કરતાં કહ્યું કે, દેશની મહિલાઓ આજે ગુજરાતમાં છે. મહાત્મા ગાંધી સ્વસ્છતા ચુસ્ત આગ્રહી હતા. રાષ્ટ્રપિતાના આ સંદેશને ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીએ સાકાર કર્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર # ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશભરમાંથી આવેલ મહિલા સરપંચોનું ગુજરાતવાસીઓ દ્વારા સ્વાગત કરતાં કહ્યું કે, દેશની મહિલાઓ આજે ગુજરાતમાં છે. મહાત્મા ગાંધી સ્વસ્છતા ચુસ્ત આગ્રહી હતા. રાષ્ટ્રપિતાના આ સંદેશને ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીએ સાકાર કર્યો છે. ગાંધીનગર ખાતે આ મહાત્મા મંદિરમાં સ્વચ્છ શક્તિ 2017નો સૈલાબ ઉમટ્યો છે. ખુલ્લામાં શૌચ માટે જવુ પડે એ અમને મંજૂર નથી અને એટલે વડાપ્રધાને અભિયાન છેડ્યું છે અને એવી મહિલા શક્તિઓને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપ્યું છે. અમે બેટી બચાવો અભિયાન, કન્યા કેળવણી, વિદ્યાલક્ષ્મી બોન્ડ, સખી મંડળો દ્વારા મહિલા સશક્તિકરણ કર્યું છે. ગુજરાત પહેલું રાજ્ય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઉમેદવારો પાસે શૌચાલય છે કે નહીં? પુછ્યું છે. ઓડીએફ મામલે ગુજરાત દેશમાં મોખરે છે.
First published: March 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर