CBI ટીમે છાપો માર્યો ને વિજય માલ્યાએ ભાગવાનો પ્લાન બનાવ્યો, ક્યારે શું થયું? જાણો વિગત

Haresh Suthar | News18 Gujarati
Updated: April 18, 2017, 4:43 PM IST
CBI ટીમે છાપો માર્યો ને વિજય માલ્યાએ ભાગવાનો પ્લાન બનાવ્યો, ક્યારે શું થયું? જાણો વિગત
ભારતીય બેંકોને અંદાજે 9 હજાર કરોડનો ચુનો લગાવી વિદેશ ભાગી જનાર લીકર કિંગ વિજય માલ્યાની છેવટે આજે લંડનમાં ધરપકડ કરાઇ છે. આજે સાંજે સ્થાનિક કોર્ટેમાં રજુ કરાય એવી સંભાવનાઓ છે ત્યારે વિજય માલ્યાને ભારત લાવવા માટે સીબીઆઇની ટીમ પણ લંડન જવા ઉપડી છે. કિંગ ફિશરના માલિક એવા લીકર કિંગ વિજય માલ્યાનો રૂતબો પણ જોરદાર હતા. માલ્યા રાજાશાહી ઠાઠવાળી જીવન શૈલીના શોખિન છે. સાંસદ રહી ચુકેલા વિજય માલ્યાના ત્યાં સીબીઆઇએ ક્યારે દરોડા પાડ્યા અને ક્યારે તે વિદેશ ભાગી ગયા? આવો જાણીએ કે ક્યારે શું થયું.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 18, 2017, 4:43 PM IST
નવી દિલ્હી #ભારતીય બેંકોને અંદાજે 9 હજાર કરોડનો ચુનો લગાવી વિદેશ ભાગી જનાર લીકર કિંગ વિજય માલ્યાની છેવટે આજે લંડનમાં ધરપકડ કરાઇ છે. આજે સાંજે સ્થાનિક કોર્ટેમાં રજુ કરાય એવી સંભાવનાઓ છે ત્યારે વિજય માલ્યાને ભારત લાવવા માટે સીબીઆઇની ટીમ પણ લંડન જવા ઉપડી છે. કિંગ ફિશરના માલિક એવા લીકર કિંગ વિજય માલ્યાનો રૂતબો પણ જોરદાર હતા. માલ્યા રાજાશાહી ઠાઠવાળી જીવન શૈલીના શોખિન છે. સાંસદ રહી ચુકેલા વિજય માલ્યાના ત્યાં સીબીઆઇએ ક્યારે દરોડા પાડ્યા અને ક્યારે તે વિદેશ ભાગી ગયા? આવો જાણીએ કે ક્યારે શું થયું.

વાંચો : વિજય માલ્યાની લંડનમાં ધરપકડ, CBI ટીમ લેવા જશે

મે 2005 #કિંશફિશર એર લાઇન્સની શરૂઆત

જૂન 2007 #કિંગફિશરે ડેક્કન એર લાઇન્સનું અધિગ્રહણ કર્યું

નવેમ્બર 2010 #બેંકોએ કિંગફિશર એરલાઇન્સના દેવાની જાહેરાત કરી

ડિસેમ્બર 2011 #મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે 90 કરોડ રૂપિયા બાકી લ્હેણાની માંગ કરી

ડિસેમ્બર 2011 #70 કરોડ રૂપિયાની ચુકવણી ન કરાતાં કિંગ ફિશર એર લાઇન્સના એકાઉન્ટ ફ્રિજ કરાયા

ઓક્ટોબર 2012 #કિંગફિશરને બંધ કરવામાં આવી, કર્મચારીઓ હડતાલ પર ગયા

ડિસેમ્બર 2012 #કિંગફિશરનું ફ્લાઇંગ લાયસન્સ રદ કરાયું

ઓગસ્ટ 2014 #સીબીઆઇએ આઇડીબીઆઇ અને કિંગફિશર વિરૂધ્ધ તપાસ શરૂ કરી

જુલાઇ 2015 #સીબીઆઇએ માલ્યા અને કિંગફિશર વિરૂધ્ધ ગુનો નોંધ્યો

ઓક્ટોબર 2015 #સીબીઆઇની ટીમે માલ્યાની ઓફિસમાં દરોડા પાડ્યા

ડિસેમ્બર 2015 #સીબીઆઇએ લોન છેતરપિંડી મામલે માલ્યાની પુછપરછ કરી

માર્ચ 2016 #માલ્યા દેશ છોડી વિદેશ ભાગી ગયા

23 જાન્યુઆરી 2017 #સીબીઆઇએ લોન કેસમાં આઇડીબીઆઇના ચેરમેન યોગેશ અગ્રવાલ અને અન્ય આઠની ધરપકડ કરી
First published: April 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर