હાર્દિક પટેલ રાજદ્રોહ કેસ મામલે વધુ એકવાર ચાર્જફ્રેમ ના થયું, દિનેશ પટેલ સામે બિન જામીન પાત્ર વોરંટ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
હાર્દિક પટેલ રાજદ્રોહ કેસ મામલે વધુ એકવાર ચાર્જફ્રેમ ના થયું, દિનેશ પટેલ સામે બિન જામીન પાત્ર વોરંટ
હાર્દિક પટેલ સામેના રાજદ્રોહ કેસ મામલે આજે વધુ એકવાર ચાર્જ ફ્રેમની કાર્યવાહી થઇ શકી ન હતી, જ્યારે દિનેશ પટેલ કોર્ટમાં હાજર ન રહેતાં બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #હાર્દિક પટેલ સામેના રાજદ્રોહ કેસ મામલે આજે વધુ એકવાર ચાર્જ ફ્રેમની કાર્યવાહી થઇ શકી ન હતી, જ્યારે દિનેશ પટેલ કોર્ટમાં હાજર ન રહેતાં બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ અને દિનેશ પટેલ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી વધુ એક વાર મોકૂફ રહી છે. આ ચારેય સામે સેશન્સ કોર્ટમાં 24 માર્ચે ચાર્જફ્રેમ થાય તેવી સંભાવના છે.
દિનેશ પટેલ કોઈ કારણોસર કોર્ટમાં હાજર રહી શક્યા ન હતા, જેના લીધે ચાર્જફ્રેમની કાર્યવાહી મુલતવી રહી છે. રાજ્ય સરકારે દિનેશ પટેલ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવા માટે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી. જેને
સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે.
First published: March 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर