ITનો સપાટો: અમદાવાદ, ઉત્તર ગુજરાતમાંથી 50 કરોડની કર ચોરી પકડાઇ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ITનો સપાટો: અમદાવાદ, ઉત્તર ગુજરાતમાંથી 50 કરોડની કર ચોરી પકડાઇ
નોટબંધી બાદ થયેલા બેંક વ્યવહારોના પગલે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટે અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે.....જવેલર્સ, ઓટો ડિલર સહિતના વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં 50 કરોડ રૂપિયાની કર ચોરી બહાર આવી છે.....અમદાવાદ, બોપલ, સાણંદ, ગાંધીનગર, કલોલ અને સાબરકાંઠામાં આઈટીની ટીમોએ 50 સ્થળોએ દરોડા પાડયા છે....દરોડાની કામગીરીમાં સાત કમિશ્નરેટ કચેરી અને પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફીસના અધિકારીઓ જોડાયા છે...... ગ્રાફિકસ----- IT ડિપાર્ટમેન્ટનો સપાટો અમદાવાદમાં ઓટો ડિલર-જવેલર્સ પર ITના દરોડા બોપલ-સાણંદ-ગાંધીનગર-કલોલ-સાબરકાંઠામાં દરોડા એસ.જી હાઈવે પર ઓટો પાર્ટસ ડિલરની 3 કરોડ ચોરી ઝડપાઈ સી.જી.રોડના જવેલર્સની 1.25 કરોડની કર ચોરી પકડી અમદાવાદ-ઉત્તર ગુજરાતમાંથી કુલ 50 કરોડની કર ચોરી પકડાઈ 7 કમિશ્નરેટ કચેરીના અધિકારીઓ દરોડામાં જોડાયા પ્રિન્સીપાલ ચીફ કમિશનર કચેરીના અધિકારીઓ પણ જોડાયા
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #નોટબંધી બાદ થયેલા મોટા બેંકિંગ વ્યવહારોને પગલે ઇન્કમ ટેક્ષ વિભાગ સક્રિય બન્યો હતો. અમદાવાદ અને ઉત્તર ગુજરાત પંથકમાં વિવિધ સ્થળોએ સપાટો બોલાવતાં સર્ચ કામગીરી હાથ ધરી હતી. જેમાં અંદાજે 50 કરોડ કરતાં વધુની કર ચોરી સામે આવી છે.
દેશમાં બ્લેક મની અને ફેક કરન્સીને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.500 અને 1000 રૂપિયાના દરની જુની ચલણી નોટોને ચલણમાંથી રદ કરતાં કાળા બજારીયાઓ દોડવા લાગ્યા હતા. બીજી તરફ નોટબંધી બાદ બેંકોમાં થયેલા વ્યવહારો પર વોચ રાખી રહેલ ઇન્કમટેક્ષ વિભાગે પણ વિવિધ સ્થળોએ દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો.
અમદાવાદ સહિત વિવિધ સાત જેટલી કચેરીઓના સ્ટાફ દ્વારા અમદાવાદ, બોપલ, સાણંદ, ગાંધીનગર, કલોલ, સાબરકાંઠા સહિત વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. વિવિધ 50 જેટલા સ્થળોએ સર્ચ કામગીરી કરતાં છેવટે 50 કરોડથી પણ વધુની કર ચોરી સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં આઇટી દ્વારા ઓટો ડિલર, જ્વેલર્સ, બિલ્ડર સહિત મોટા વેપારીઓને ટારગેટ કરાયા હતા.
First published: March 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर