ફેરી કરી પુરૂષાર્થ કરતા પિતાને પુત્રની અનોખી ભેટ, મહેસાણાનો જયેશ સમગ્ર રાજ્યમાં પ્રથમ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ફેરી કરી પુરૂષાર્થ કરતા પિતાને પુત્રની અનોખી ભેટ, મહેસાણાનો જયેશ સમગ્ર રાજ્યમાં પ્રથમ
મન મક્કમ હોય અને દિશા સ્પષ્ટ હોય તો મુસીબતોના પહાડો પણ નડતા નથી. મહેસાણાના જયેશે કંઇક આવી જ સફળતા મેળવી છે. પરિવારનું નામ તો ઉજળું કર્યું જ છે સાથોસાથ જિલ્લાનું નામ પણ રાજ્યમાં રોશન કર્યું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
મહેસાણા #મન મક્કમ હોય અને દિશા સ્પષ્ટ હોય તો મુસીબતોના પહાડો પણ નડતા નથી. મહેસાણાના જયેશે કંઇક આવી જ સફળતા મેળવી છે. પરિવારનું નામ તો ઉજળું કર્યું જ છે સાથોસાથ જિલ્લાનું નામ પણ રાજ્યમાં રોશન કર્યું છે. મહેસાણાના 23 વર્ષિય જયેશ મહેશ્વરીએ ફેરી કરી પુરૂષાર્થ કરતા પિતાને અનોખી ભેટ આપી છે. પિતા ભવાનીભાઇએ જીંદગીભર ઘરે ઘરે કાપડની ફેરી કરી પરિવારનું ગુજરાત કરવાની ફરજ નિભાવી છે. જેનું મૂલ્ય ચુકવવાનો વારો આવ્યો તો જયેશે પણ પાછી પાની કરી નથી. મહેસાણા શહેરના છેવાડે ઉચરપી રોડ પરની પાર્થ સિટી સોસાયટીમાં રહેતા જયેશે ઓછી સગવડો અને ભરપુર હાડમારીઓ વચ્ચે આકરી મહેનત કરી ગૌણ સેવા પસંદગી મંડળમાં ડંકો વગાડ્યો છે. જયેશે સમગ્ર રાજ્યમાં મોખરે આવી સરકારી નોકરી કરવાનું પિતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પરિણામમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવનાર જયેશ પોતાની સફળતા અંગે જણાવે છે કે, સરકારી નોકરી કરવાનું પિતાનું સ્વપ્ન હતું. એમણે જીવનભર ફેરી કરી આકરો પુરૂષાર્થ કર્યો છે. પિતાની મહેનત મેં જોઇ છે, ખભે થેલો ભરાવી આખો દિવસ બહાર ફરવાનું મે જોયું છે અને એટલે જ મેં મનમાં ગાંઠ વાળી હતી કે સફળતા મેળવવી જ છે. જયેશ કહે છે કે, સફળ થવું જ હતું. મહેનત કરતો પણ પરંતુ એમાં મને સરકારી જિલ્લા પુસ્તકાલય અને ગ્રંથપાલ અમૃતભાઇ દેસાઇનો સહયોગ મળ્યો, જે મને ઘણો મદદરૂપ થયો અને મારૂ સ્વપન સાકાર થયું છે. રાત્રે 12 વાગ્યા સુધી લાયબ્રેરી ચાલુ રહેતી હોવાથી ત્યાં મહેનત કરતો હતો અને મિત્રો સાથે ચર્ચા કરતો હતો જે પણ ઘણી મદદરૂપ સાબિત થઇ. સરકારી નોકરી જ કેમ પસંદ કરી એ સવાલ અંગે જયેશ જણાવે છે કે, પિતાનું સ્વપ્ન હતું એટલે સરકારી નોકરી મેળવવી એ મારા માટે પ્રથમ પ્રાથમિકતા હતી. સરકારી નોકરી આજીવિકા તો છે પરંતુ સાથોસાથ સરકારી કર્મચારી બની લોકોને બનતી મદદ કરવાની તક મળે એનો પણ આનંદ હતો. gujarat-top03 25થી વધુ યુવાનો સફળ થયાનું ગૌરવ છે: જિલ્લા ગ્રંથપાલ અમૃતભાઇ દેસાઇ જણાવે છે કે, જયેશભાઇ જવા યુવાનોની સફળતાએ અમારા માટે આનંદની બાબત છે. લાયબ્રેરીમાં વાંચન કરીને યુવાનો એમના સ્વપ્ન સાકાર કરવામાં સફળ થઇ રહ્યા છે સાચા અર્થમાં એમની મહેનતની સાથોસાથ સરકાર અને લાયબ્રેરી ડિપાર્ટમેન્ટનો હેતુ ચરિતાર્થ થાય છે. વધુ આનંદની વાત એ છે કે જયેશભાઇની સાથો સાથ લાયબ્રેરીમાં નિયમિત વાંચન માટે આવતા 25થી વધુ યુવાનો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. જ્યારે અનેક યુવાનો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયા છે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન મળી રહે એ માટે અમારા દ્વારા સતત કાળજી લેવામાં આવે છે. લાયબ્રેરીમાં આ અંગેના પુસ્તકો છે. સાથોસાથ યુવાનોને સાચું ગાઇડન્સ મળી રહે એ માટે સ્પીપાના સંયુક્ત સચિવ બી બી નાયક, જિલ્લા શિક્ષણાધિકારી સંજય વ્યાસ, જિલ્લા રોજગાર અધિકારી ચિરાગ ચૌધરી સહિત વિવિધ તજજ્ઞોના તાલીમ વર્ગનું પણ આયોજન કરવામાં આવે છે. gujarat-top01  
First published: March 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर