દેશમાં રામ રાજ્ય આવે, રામ મંદિર બને, 370 કલમ દુર થાય: સીએમ વિજય રૂપાણીનો લલકાર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
દેશમાં રામ રાજ્ય આવે, રામ મંદિર બને, 370 કલમ દુર થાય: સીએમ વિજય રૂપાણીનો લલકાર
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભગવો લહેરાવ્યા બાદ આજે માદરે વતન આવેલા અમિત શાહને સન્માનવા રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ફતેહનો લલકાર કર્યો હતો. દોઢસોથી વધુ બેઠકો પર વિજય મેળવવાનો હૂંકાર કરતાં તેમણે કહ્યું કે, દેશમાં રામ રાજ્ય આવે, રામ મંદિર બનશે અને કાશ્મીરમાંથી 370 કલમ દુર થશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભગવો લહેરાવ્યા બાદ આજે માદરે વતન આવેલા અમિત શાહને સન્માનવા રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ફતેહનો લલકાર કર્યો હતો. દોઢસોથી વધુ બેઠકો પર વિજય મેળવવાનો હૂંકાર કરતાં તેમણે કહ્યું કે, દેશમાં રામ રાજ્ય આવે, રામ મંદિર બનશે અને કાશ્મીરમાંથી 370 કલમ દુર થશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહની જોડી આજે દેશમાં શ્રધ્ધાનું કેન્દ્ર બની છે. જે રીતે સરદાર અને ગાંધીજીની જોડી હતી એ રીતે આજે આ જોડી કાર્યકર્તાઓ માટે શ્રધ્ધાનું કેન્દ્ર બની છે. આ દેશમાં રામ રાજ્ય આવે, અયોધ્યામાં રામ મંદિર બને, ગૌ હત્યા બંધ થાય, કાશ્મીરમાંથી 370 કલમ દુર થાય, આતંકવાદ દુર થાય, ભ્રષ્ટાચાર દુર થાય, આ સ્વપન જ્યારે પુરા થવા જઇ રહ્યા છે. દિલ્હીમાં મોદી અને યૂપીમાં યોગીથી એક નવો વિશ્વાસ પેદા થયો છે. વધુમાં તેમણે કહ્યું કે,  ઉત્તરપ્રદેશમાં સવા ત્રણસો તો ગુજરાતમાં દોઢસો બેઠકો જીતવાનું જે જૂનૂન થયું છે એ માટે આ વિરાટ સંમેલન થયું છે. લોકસભામાં 80માંથી 73 બેઠક મળી હતી એમાં જેટલી વિધાનસભા આવતી હતી એ 306 વિધાનસભા બેઠકોમાં ભાજપની લીડ હતી એ રીતે પરિણામ સાતત્યપૂર્ણ રહ્યું . ગુજરાતમાં ભાજપને લોકસભામાં 26 બેઠકો મળી હતી. નરેન્દ્રભાઇને હજુ તો અઢી વર્ષ થયા છે, હજુ ઘણા કામ થવાના છે. દોઢસોથી વધુ બેઠકો આપવા ગુજરાતની પ્રજા થનગની રહી છે.
First published: March 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर