ભાજપે ગૃહની પરંપરા તોડી, રાજકીય અખાડો બનાવ્યો: શંકરસિંહ વાઘેલા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ભાજપે ગૃહની પરંપરા તોડી, રાજકીય અખાડો બનાવ્યો: શંકરસિંહ વાઘેલા
ગુજરાત વિધાનસભામાં હંગામો મચાવવાના આરોપસર અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના સભ્યોને આજે પ્રથમ સેશન માટે સસ્પેન્ડ કરવામાં આવતાં વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ભાજપે ગૃહની પરંપરા તોડી છે અને ગૃહને રાજકીય અખાડો બનાવ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #ગુજરાત વિધાનસભામાં હંગામો મચાવવાના આરોપસર અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના સભ્યોને આજે પ્રથમ સેશન માટે સસ્પેન્ડ કરવામાં આવતાં વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ આકરા પ્રહારો કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ભાજપે ગૃહની પરંપરા તોડી છે અને ગૃહને રાજકીય અખાડો બનાવ્યો છે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર અંતિમ દિવસો તરફ આગળ વધી રહ્યું છે અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે વિધાનસભામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના સભ્યોને આજે એક સેશન માટે સસ્પેન્ડ કરવામાં આવતાં ભારે વિવાદ થયો છે. કોંગ્રેસ દ્વારા જવાબની માંગ સાથે પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેને પગલે અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને આજે પ્રથમ સેશન માટે સસ્પેન્ડ કરાતાં મામલો ગરમાયો છે.
વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ આ મામલે ભારે આક્રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે, ભાજપ મનમાની કરી રહ્યું છે. ભાજપે ગૃહની પરંપરા તોડી છે. ભાજપ દ્વારા ગૃહને રાજકીય અખાડો બનાવી દેવાયો છે. ભાજપની આવી મનમાનીનો અમે વિરોધ નોંધાવીએ છીએ અને અધ્યક્ષ દ્વારા અપાતા ભોજન સમારોહનો અમે બહિષ્કાર કરીશું.
First published: March 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर