બૂટલેગર બેફામ: સાણંદમાં બૂટલેગરે પોલીસ પર કાર ચડાવી દીધી

H
Updated: January 1, 1970, 5:30 AM IST
બૂટલેગર બેફામ: સાણંદમાં બૂટલેગરે પોલીસ પર કાર ચડાવી દીધી
એક તરફ રાજ્યમાં દારૂબંધીને કડક બનાવા પ્રયાસો કરાઇ રહ્યા છે ત્યાં બૂટલેગરો બેફામ બન્યાની વધુ એક ઘટના સામે આવી છે. સાણંદમાં ગત મોડી રાતે એક બૂટલેગરે પોતાનો દાવ ઉંઘો પડતો જોઇ પોલીસથી બચવા પોલીસ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
સાણંદ #એક તરફ રાજ્યમાં દારૂબંધીને કડક બનાવા પ્રયાસો કરાઇ રહ્યા છે ત્યાં બૂટલેગરો બેફામ બન્યાની વધુ એક ઘટના સામે આવી છે. સાણંદમાં ગત મોડી રાતે એક બૂટલેગરે પોતાનો દાવ ઉંઘો પડતો જોઇ પોલીસથી બચવા પોલીસ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સાણંદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઝીલુભા ગઇ કાલે પેટ્રોલિંગમાં હતા ત્યારે દારૂનો વેપલો કરતો બૂટલેગર અંકિત જયસ્વાલ દારૂની હોમ ડિલીવરી કરવા આવ્યો હતો. જોકે અહીં પોલીસને જોતાં તે મુશ્કેલીમાં મુકાયો હતો. પોલીસથી બચવા દારૂ ભરેલી કાર એણે પોલીસ પર ચડાવી હતી જોકે પોલીસ હેડ કોન્સ્ટેબલનો બચાવ થયો હતો. પરંતુ એમણે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: March 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर