અમિત શાહના શાહી સ્વાગત માટે ગુજરાત ભાજપ સજ્જ, રિવરફ્રન્ટ પર કરશે સભા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમિત શાહના શાહી સ્વાગત માટે ગુજરાત ભાજપ સજ્જ, રિવરફ્રન્ટ પર કરશે સભા
ચાર રાજ્યોમાં ભગવો લહેરાવ્યા બાદ પ્રથમ વાર માદરે વતન આવી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના શાહી સ્વાગત માટે ગુજરાત સજ્જ થયું છે. આજે બપોરે ત્રણ વાગે ગુજરાત આવી રહેલા અમિત શાહ સાંજે ચાર કલાકે રિવરફ્રન્ટ ખાતે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. જ્યાં તેઓ કાર્યકરોનો વિશ્વાસ વધારશે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #ચાર રાજ્યોમાં ભગવો લહેરાવ્યા બાદ પ્રથમ વાર માદરે વતન આવી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના શાહી સ્વાગત માટે ગુજરાત સજ્જ થયું છે. આજે બપોરે ત્રણ વાગે ગુજરાત આવી રહેલા અમિત શાહ સાંજે ચાર કલાકે રિવરફ્રન્ટ ખાતે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. જ્યાં તેઓ કાર્યકરોનો વિશ્વાસ વધારશે. લોકસભા બાદ વિધાનસભામાં પણ ડંકો વગાડનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત માદરે વતન ગુજરાત આવી રહ્યા છે. જેમના શાહી સ્વાગત માટે ગુજરાત ભાજપ સજ્જ બન્યું છે. શહેરના રિવરફ્રન્ટ પર એકાદ કિલોમીટર લાંબો ડોમ બનાવાયો છે. જ્યાં સાંજે ચાર કલાકે તેઓ વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત નેતાઓ પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહેશે. હિટવેવ માટે અપાશે સમર કિટ રાજ્યમાં હાલમાં ચાલી રહેલા હિટવેવને લીધે આ કાર્યક્રમમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. રાજ્યભરમાંથી એક લાખ કરતાં પણ વધુ કાર્યકરો ઉપસ્થિત રહેવાની શક્યતાને પગલે હિટવેવથી બચવા માટે સમર કિટનું વિતરણ કરાશે. જેમાં લીંબુ પાણી, છાશ, પીપરમીંટ, રેવડી સહિતની વસ્તુઓ અપાશે. અમિત શાહનો શું છે કાર્યક્રમ? #સાંજે ત્રણ કલાકે અમદાવાદ એરપોર્ટથી ગુજરાત આગમન #એરપોર્ટ ખાતે શાહી સ્વાગત, પુષ્પવર્ષા કરાશે #સાંજે 4 કલાકે રિવરફ્રન્ટ ખાતે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલમાં હાજરી #સાંજે 7-30 કલાકે નિવાસ સ્થાને જવા રવાના ગુરૂવારને 30મીના અમિત શાહના કાર્યક્રમ? #સવારે 9-11 સુધી વિધાનસભામાં આપશે હાજરી #બપોરે ત્રણ કલાકે કમલમ ખાતે હોદ્દેદારો સાથે બેઠક #સાંજે 5 કલાકે નારાયણપુરા ખાતે ડી કે પટેલ હોલનું ઉદઘાટન #સાંજે 7 કલાકે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નિવાસ સ્થાને ભોજન #શુક્રવારે સવારે દિલ્હી જવા રવાના
First published: March 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर