કોંગ્રેસ બધે હારી, દેશની જનતા કહે છે કે કોંગ્રેસ જાય છે : અમિત શાહ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
કોંગ્રેસ બધે હારી, દેશની જનતા કહે છે કે કોંગ્રેસ જાય છે : અમિત શાહ
વિજય વિશ્વાસનો અવાજ સાબરમતીના કિનારેથી ગંગા કિનારે સુધી જવો જોઇએ એવું કહી ઉપસ્થિત કાર્યકર્તાઓ પાસે ભારત માતાનો જયઘોષ કરાવતાં અમિત શાહે કહ્યું કે, અવાજ ઉંચો રાખો આપણે ઉત્તરપ્રદેશની જનતાનો આભાર માનવાનો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #વિજય વિશ્વાસનો અવાજ સાબરમતીના કિનારેથી ગંગા કિનારે સુધી જવો જોઇએ એવું કહી ઉપસ્થિત કાર્યકર્તાઓ પાસે ભારત માતાનો જયઘોષ કરાવતાં અમિત શાહે કહ્યું કે, અવાજ ઉંચો રાખો આપણે ઉત્તરપ્રદેશની જનતાનો આભાર માનવાનો છે. અમિત શાહે કહ્યું કે, આજે દેશના મીડિયાની સામે ભાજપે પોતાના સંગઠનની તાકાતનો પરચો આ વિજય સંમેલનથી આપ્યો છે. હું ગુજરાતના પ્રતિનિધિઓ તરફથી આપને પ્રણામ કરૂ છું. નવરાત્રીની શુભ શરૂઆતની સાથે આ વિજય વિશ્વાસ સંમેલન થયું છે એ આવનારી ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ છે. અમિત શાહનું કાર્યકર્તાઓને સંબોધન #ગુજરાત ભાજપે સંગઠનનો પરચો આપ્યો છે. #ગણતરીના સભ્યો સાથે બનેલી ભારતીય જનતા પાર્ટી આજે 11 કરોડથી વધુ સભ્યોની પાર્ટી બની છે. #ભૂતકાળમાં હું બુથનો ઇન્ચાર્જ હતો #પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ એ કેન્દ્ર સરકારની લોકપ્રિયતાનો વિજય છે #અગાઉ ભાજપ પર કટાક્ષ થતો, આજે 15 રાજ્યોમાં ભાજપની સરકાર છે. #હું પાંચ વર્ષથી જોવું છું, કે છેલ્લા વર્ષે વિપક્ષને શેખચલ્લીના સપના આવે છે અને કાઉન્ટીંગના દિવસે ચકનાચૂર થઇ જાય છે, પરંતુ આ વખતે એ પહેલા જ તૂટી ગયું, કોંગ્રેસ આવે છે એ પાંચ રાજ્યોના પરિણામો બાદ તૂંટી ગયું છે. #ભારતીય જનતા પાર્ટીનો કોઇ પણ કાર્યકર્તા જ્યારે ભારત માતાના જયઘોષ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરે છે ત્યારે કોઇ આલિયા માલિયા જમાલિયાની તાકાત નથી કે એ ટકી શકે #નરેન્દ્રભાઇ મોદીએ દેશમાંથી જાતિવાદ, વંશવાદનો છેડ ઉડાડી નવી રાજનીતિનો પાયો નાંખ્યો છે #1995માં જ્યારે ભાજપની સરકાર બની ત્યારે ગુજરાતની સ્થિતિ શું હતી? એ વખતે એક વર્ષમાં 200 દિવસ કરફ્યૂંના, વીજળીના કોઇ ઠેકાણા નહીં, એ પણ ગુજરાતની જનતાએ જોયું છે. કોંગ્રેસ પાર્ટીએ જાતિવાદનું ઝેર ગામે ગામે ઘોળ્યું હતું, ઉભા પાક કપાઇ જતા હતા, ટાંટીયા ખેંચ, અંધારા ગામડા એ કોંગ્રેસનું પરિણામ હતું. પરંતુ નરેન્દ્રભાઇ આવ્યા ત્યારે આપણે 24 કલાક વીજળી આપી, અંધારા ઉલેચ્યા #નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યવાસીઓને નર્મદાના નીર આપ્યા #અહીં બેગમ બાદશાહોના રાજ ચાલતા હતા, કોંગ્રેસીઓના પેટનું પાણી હલતું ન હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં એ બંધ થયું. #કોંગ્રેસ એટલે કોમી તોફાન, કોંગ્રેસ એટલે કરફ્યું, કોંગ્રેસ એટલે જાતિવાદ #ભાજપ એટલે વિકાસ, ભાજપ એટલે સુખ શાંતિ સમૃધ્ધિ #કોંગ્રેસના આરોપોના કિચડમાં પણ કમળ ખીલીને બહાર આવશે #આપ પાર્ટી એટલે બિલાડીના ટોપ જેવું, ચૂંટણી આવે એટલે આવશે, ચૂંટણી પતે એટલે અદ્રશ્ય. ગોવામાં 39 બેઠકોમાં લડ્યા 38માં ડિપોઝીટ ગુમાવી, એકેય બેઠક ન જીત્યા #કોંગ્રેસ આવે છે...પરંતુ દેશની જનતા કહે છે કોંગ્રેસ જાય છે, કોંગ્રેસ જાય છે. #રાહુલ ગાંધીની આંખ પર ઇટાલિયન ચશ્મા #યૂપીએની સરકારમાં પાક સેના ગોળીબારી કરતી, આ સરકારે પાકમાં ઘૂસી એનો બદલો લીધો #નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એટલો ફરક જરૂર પડ્યો છે કે પહેલા ગોળીબાર પાકિસ્તાન કરે છે પરંતુ એનો અંત ભારતીય સેનાના જવાનો કરી રહ્યા છે. #નરેન્દ્ર મોદીએ દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું #ગુજરાતમાં ભાજપનો વિજય રથ આગળ વધશે #નરેન્દ્ર મોદીનો વિજય રથ ગુજરાતથી ઓરિસ્સા તરફ આગળ વધશે
First published: March 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर