ગુજરાતમાં ISIS: અંબાજી મંદિર પાસેથી નિષ્ક્રિય બોમ્બની સામગ્રી મળતાં ખળભળાટ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગુજરાતમાં ISIS: અંબાજી મંદિર પાસેથી નિષ્ક્રિય બોમ્બની સામગ્રી મળતાં ખળભળાટ
ગુજરાતમાં આઇએસઆઇએસના 40 ઓપરેટર ફરી રહ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ત્યાં આજે રાજ્યના સુપ્રસિધ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતેથી નિષ્ક્રિય બોમ્બની સામગ્રી મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અંબાજી #ગુજરાતમાં આઇએસઆઇએસના 40 ઓપરેટર ફરી રહ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ત્યાં આજે રાજ્યના સુપ્રસિધ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતેથી નિષ્ક્રિય બોમ્બની સામગ્રી મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટમાંથી ઝડપાયેલા ટેરર બ્રધર્સ વસિમ અને નઇમ રામોડિયાની પુછપરછ દરમિયાન ગુજરાતમાં આઇએસઆઇએસનો ડોળો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં લોહીની હોળી ખેલવા માટે આઇએસના 40 ઓપરેટર ફરી રહ્યા હોવાની વાત સામે આવી છે. આ સંજોગોમાં રાજ્યના પ્રસિધ્ધ તીર્થસ્થાન અંબાજી કે જ્યાં લાખો શ્રધ્ધાળુઓ દર્શને આવતા હોય છે ત્યાંથી બોમ્બની સામગ્રી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
અંબાજીના શક્તિ દ્વાર પાસેથી નિષ્ક્રિય બોમ્બની સામગ્રી મળી આવી છે. જેને પગલે પોલીસ હરકતમાં આવી ગઇ છે. ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે અને તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે તો બીજી તરફ મંદિરની સુરક્ષાને લઇને જવાનો સતર્ક બન્યા છે.
First published: February 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर