વિધાનસભામાં ઉગ્ર વિરોધ, કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ માટે સસ્પેન્ડ

H
Updated: January 1, 1970, 5:30 AM IST
વિધાનસભામાં ઉગ્ર વિરોધ, કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ માટે સસ્પેન્ડ
નલિયાકાંડના મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. વિધાનસભાની અંદર અને વિઘાનસભાની બહાર બંને ઠેકાણે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો છે. વિધાનસભાને ઘેરાવ કરતાં પોલીસ સાથે થયેલા ઘર્ષણને પગલે પોલીસે ભરતસિંહ સોલંકી સહિતની અટકાયત કરી છે તો વિધાનસભામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં અધ્યક્ષે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #નલિયાકાંડના મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. વિધાનસભાની અંદર અને વિઘાનસભાની બહાર બંને ઠેકાણે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો છે. વિધાનસભાને ઘેરાવ કરતાં પોલીસ સાથે થયેલા ઘર્ષણને પગલે પોલીસે ભરતસિંહ સોલંકી સહિતની અટકાયત કરી છે તો વિધાનસભામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં અધ્યક્ષે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીને પગલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાઇ રહ્યો છે. આજથી વિધાનસભા બજેટ શરૂ થયું છે તો વિધાનસભામાં કોંગ્રેસે ઉગ્ર વલણ અખત્યાર કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સત્રના પ્રારંભથી જ વિરોધ નોંધાવ્યો હતો. સવારે રાજ્યપાલના પ્રારંભિક ભાષણ દરમિયાન પણ ઉગ્ર વિરોધ નોંધાવતાં રાજ્યપાલે પોતાનું પ્રવચન ટૂંકાવવું પડ્યું હતું અને વિધાનસભા ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. બાદમાં વિધાનસભા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલુ રાખતાં વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ ધારાસભ્યો વેલ સુધી ધસી ગયા હતા અને પ્લે કાર્ડ સહિત સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વિધાનસભાની બહાર પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવો યાત્રા આજે ગાંધીનગર આવી પહોંચી હતી. કોંગ્રેસ કાર્યકરો વિધાનસભા ઘેરાવ કરવા આગળ વધી રહ્યા તો પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કાર્યકરોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો. પોલીસ સામે પથ્થર મારો પણ કરાયો હતો. સ્થિતિને કાબુમાં રાખવા માટે પોલીસે પણ કડક કાર્યવાહી કરી હતી.
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर