વિધાનસભાને ઘેરાવ મામલે પથ્થરમારો , પોલીસ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે બબાલ, ભરતસિંહ સહિતની અટકાયત

H
Updated: January 1, 1970, 5:30 AM IST
વિધાનસભાને ઘેરાવ મામલે પથ્થરમારો , પોલીસ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે બબાલ, ભરતસિંહ સહિતની અટકાયત
નલિયાકાંડને લઇને કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી બેટી બચાવ યાત્રા આજે ગાંધીનગર આવી પહોંચતાં વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો. જોકે આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બળપ્રયોગ કરતાં મામલો બીચકાયો હતો અને કાર્યકરો ઉશ્કેરાયા હતા.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #નલિયાકાંડને લઇને કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી બેટી બચાવ યાત્રા આજે ગાંધીનગર આવી પહોંચતાં વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો. જોકે આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બળપ્રયોગ કરતાં મામલો બીચકાયો હતો અને કાર્યકરો ઉશ્કેરાયા હતા. પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થયેલી બબાલને પગલે પોલીસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત નેતાઓ, કાર્યકરોની અટતકાયત કરી છે. કોંગ્રેસ કાર્યકરોએ પોલીસ સામે પથ્થરમારો પણ કર્યો હતો. નલિયાકાંડમાં ભાજપની સંડોવણીને પગલે કોંગ્રેસ દ્વારા ભાજપની પોલ ખોલવા અને પીડિતાને ન્યાય અપાવવા માટે નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ સાથે નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવ યાત્રા કાઢી હતી. નલિયાથી નીકળેલી આ રેલી આજે ગાંધીનગર આવી પહોંચી હતી. જ્યાં પોલીસ સાથે ઘર્ષ થયું હતું.
તો બીજી તરફ નલિયાકાંડના પડઘા વિધાનસભામાં પણ પડ્યા હતા. વિધાનસભા બજેટ સત્રનો આજથી પ્રારંભ થતાં રાજ્યપાલ ઓ પી કોહલી દ્વારા પ્રારંભિક સંબોધન કરાયું હતું. જે દરમિયાન કોંગી ધારાસભ્યો દ્વારા ઉગ્ર વિરોધ કરાતાં રાજ્યપાલે પણ પ્રવચન ટૂંકાવ્યું હતું અને 15 મિનિટ માટે વિધાનસભા કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી.
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर