બાપુને ફ્રી હેન્ડ આપો, પાર્ટી મજબૂત બનશે: શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર

H
Updated: January 1, 1970, 5:30 AM IST
બાપુને ફ્રી હેન્ડ આપો, પાર્ટી મજબૂત બનશે: શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર
ગુજરાતમાં ચૂંટણી જાહેર થઇ નથી ત્યાં રાજકીય ગરમાવો છવાઇ ગયો છે. ભાજપને પછાડવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે તો કોંગ્રેસની આંતરિક બાબતો પણ જાહેરમાં આવી રહી છે. કોંગ્રેસના પીઢ નેતા શંકરસિંહ બાપુના સમર્થનમાં જાહેરમાં પોસ્ટર લાગતાં ફરી એકવાર શંકરસિંહ બાપુ ચર્ચામાં આવ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #ગુજરાતમાં ચૂંટણી જાહેર થઇ નથી ત્યાં રાજકીય ગરમાવો છવાઇ ગયો છે. ભાજપને પછાડવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે તો કોંગ્રેસની આંતરિક બાબતો પણ જાહેરમાં આવી રહી છે. કોંગ્રેસના પીઢ નેતા શંકરસિંહ બાપુના સમર્થનમાં જાહેરમાં પોસ્ટર લાગતાં ફરી એકવાર શંકરસિંહ બાપુ ચર્ચામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, બાપુને ફ્રી હેન્ડ આપવામાં આવે તો પાર્ટી મજબૂત બનશે. અહીં નોંધનિય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા શંકરસિંહ વાઘેલાએ પોતે સીએમની રેસમાં ન હોવાનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધી અને શંકરસિંહ વાઘેલાના ફોટા સાથે અમદાવાદના પાર્ટીના કાર્યકર્તા પ્રદિપસિંહ વાઘેલાના ફોટા સાથેના આ પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો છે કે, હાઇ કમાન્ડ બાપુના ચેલા ચપાટા આજે દેશમાં રાજ કરે છે. એમની ગળથૂંથી બાપુએ મુકેલ છે અને તેમના દાવપેચ બાપુ બહુ સારી રીતે જાણે છે. બાપુને ફ્રી હેન્ડ આપો, એમાં કોઇનું રાજ પાઠ કે પદ પ્રતિષ્ઠા નહીં છિનવાય, પાર્ટી મજબૂત બનશે.
First published: March 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर