LIVE: શાહનું શાહી સ્વાગત: અમિત શાહ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ... નારા ગૂંજ્યા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
LIVE: શાહનું શાહી સ્વાગત: અમિત શાહ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ... નારા ગૂંજ્યા
ધોમ ધમખતા તાપમાં વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનમાં આપ મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી પહોંચતાં અમિત શાહ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ...નારા ગૂંજી ઉઠ્યા હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ પ્રથમ વખત માદરે વતન ગુજરાત આવેલા ભાજપા અધ્યક્ષ અમિત શાહનું શાહી સ્વાગત કરાયું છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #ધોમ ધમખતા તાપમાં વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનમાં આપ મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી પહોંચતાં અમિત શાહ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ...નારા ગૂંજી ઉઠ્યા હતા. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ પ્રથમ વખત માદરે વતન ગુજરાત આવેલા ભાજપા અધ્યક્ષ અમિત શાહનું શાહી સ્વાગત કરાયું છે. અમિત શાહ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નેતાઓ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. ત્યાંથી તેઓ રિવરફ્રન્ટ ખાતેના વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનમાં આવી પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદી અને અમિત શાહની જોડી આજે દેશમાં શ્રધ્ધાનું કેન્દ્ર બની છે. જે રીતે સરદાર અને ગાંધીજીની જોડી હતી એ રીતે આજે આ જોડી કાર્યકર્તાઓ માટે શ્રધ્ધાનું કેન્દ્ર બની છે. આ દેશમાં રામ રાજ્ય આવે, અયોધ્યામાં રામ મંદિર બને, ગૌ હત્યા બંધ થાય, કાશ્મીરમાંથી 370 કલમ દુર થાય, આતંકવાદ દુર થાય, ભ્રષ્ટાચાર દુર થાય, આ સ્વપન જ્યારે પુરા થવા જઇ રહ્યા છે. દિલ્હીમાં મોદી અને યૂપીમાં યોગીથી એક નવો વિશ્વાસ પેદા થયો છે. વધુમાં તેમણે કહ્યું કે,  ઉત્તરપ્રદેશમાં સવા ત્રણસો તો ગુજરાતમાં દોઢસો બેઠકો જીતવાનું જે જૂનૂન થયું છે એ માટે આ વિરાટ સંમેલન થયું છે. લોકસભામાં 80માંથી 73 બેઠક મળી હતી એમાં જેટલી વિધાનસભા આવતી હતી એ 306 વિધાનસભા બેઠકોમાં ભાજપની લીડ હતી એ રીતે પરિણામ સાતત્યપૂર્ણ રહ્યું . ગુજરાતમાં ભાજપને લોકસભામાં 26 બેઠકો મળી હતી. નરેન્દ્રભાઇને હજુ તો અઢી વર્ષ થયા છે, હજુ ઘણા કામ થવાના છે. દોઢસોથી વધુ બેઠકો આપવા ગુજરાતની પ્રજા થનગની રહી છે. ભાજપ પાસે નેતા, નીતિ અને નિયમ છે, વિરોધ પક્ષ પાસે નેતા પણ નથી, નીતિ પણ નથી અને નિયમ પણ નથી. સૌના સાથ અને સૌના વિકાસ મંત્રથી આપણે આગળ વધીશું, ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આજે લોકોમાં વિશ્વાસ વધ્યો છે. સૌનું સ્વપ્ન સાકાર થાય. ભાજપ અધ્યક્ષ અમિત શાહનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, ધોમ ધખતા તાપમાં પણ કાર્યકર્તાઓની વિશાળ સંખ્યા જોતાં આનંદ થઇ રહ્યો છે. મિત્રો જગ્યા ટૂંકી પડી એ માટે માફી માગું છું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સાદ પડે અને બહાર નીકળી આવે છે એ પક્ષની વિશેષતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરતાં તેમણે કહ્યુું કે,  આદરણીય મોદી દેશનું નહીં પરંતુ વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે. ગરીબ હોય કે તવંગર બધાને માર્ગદર્શન આપી રહ્યા છે. એમના નેતૃત્વમાં પાંચ રાજ્યોના પરિણામમાં કોંગ્રેસીઓને સમજાતું નથી કે શું થયું? પાંચ રાજ્યોમાં જનતા જનાર્દનનો પ્રેમ ભાજપને મળ્યો છે. આવનારા દિવસોમાં વિરોધીઓને જવાબ આપવા માટે જનતા જનાર્દન તૈયાર છે. ગુજરાતના સપૂતોએ દેશને અપાવી છે ત્યારે હવે દેશવાસીઓનું શોષણ કરનારા કોંગ્રેસીઓથી દેશને આઝાદી અપાવનારા મોદીજી અને અમિતભાઇએ સવિશેષ કામગીરી કરી રહ્યા છે.
First published: March 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर