Home /News /ahmedabad /Gujarat Weather Update: જાણો કડકડતી ઠંડી ક્યારથી શરૂ થશે, હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Weather Update: જાણો કડકડતી ઠંડી ક્યારથી શરૂ થશે, હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે જ બેવડી ઋતુનો અહેસાસ થશે તેવું પણ જણાવ્યું છે.
અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હાલ વરસાદની કોઈ શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગે વધુ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. જો કે, અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ નોંધાશે. ઉલ્લેખનીય છે કે, મહત્તમ તાપમાન ઉંચુ અને લઘુત્તમ તાપમાન ખૂબ નીચું હોવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થશે.
બેવડી ઋતુનો અનુભવ થશે
વહેલી સવારે સૂકા અને ઠંડા પવનોને કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે, હાલ તાપમાન યથાવત રહેશે. પરંતુ નવેમ્બર મહિનાથી તાપમાન ઘટવાનું શરૂ થઈ જશે અને ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્ઝેક્શન પિરિયડ છે એટલે બેવડી ઋતુનો અનુભવ થશે.
ઉલ્લેખનીય છે કે, હાલ સૂકું વાતાવરણ રહેશે. સૂકા પવનની અસર સ્કીન પર થઈ રહી છે. તો બીજી તરફ, વાતાવરણ ચોખ્ખું હોવાના કારણે ખેડૂતોને રાહત રહેશે. ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે. હવે શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી ચાલી રહી છે.