અમદાવાદ: રાજ્યમાં (Gujarat weather update) છેલ્લા ઘણાં દિવસોથી સામાન્ય વરસાદ (Gujarat monsoon 2022) વરસી રહ્યો છે. ત્યારે ફરીથી હવામાન વિભાગે પાંચ દિવસની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, હાલ રાજ્ય પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ નહીં વરશે. સૌરાષ્ટ્ર કચ્છમાં (Saurashtra Kutch weather) છૂટો છવાયો વરસાદ રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ હવામાન અંગે આગામી પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર - કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેશે. રાજ્યમાં હાલ ભારે વરસાદની આગાહી નથી. અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ થશે. રાજ્યનાં થોડા વિસ્તારોમાં છૂટો છવાયો અને સામાન્ય વરસાદ વરસશે. કેટલીક જગ્યાઓમાં હળવો વરસાદ વરસશે. અમદાવાદમાં 33થી 35 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel rain forecast) પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં ચોથી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા, મધ્ય ગુજરાતમાં 61 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે આ ચોમાસાના અનેક રેકોર્ડ તૂટી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર