Home /News /ahmedabad /

Gujarat weather update: ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું? વરસાદ અંગે અંબાલાલ પટેલનું અનુમાન

Gujarat weather update: ગુજરાતમાં ક્યારથી બેસશે ચોમાસું? વરસાદ અંગે અંબાલાલ પટેલનું અનુમાન

ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમા લા નીનોની અસર ભારતીય ચોમાસા પર જોવા મળશે. લા નીનો ન્યુટલ  ભારતીય ચોમાસા માટે સારી ગણાય છે.

Gujarat Monsoon 2022: ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 40 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો દક્ષિણ વિસ્તારમાં 80 થી 100 ઇંચ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે

અમદાવાદ : કેરળમાં (Kerala monsoon) ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું આગળ વધવા માટે પરિબળો પણ સાનુકૂળ છે. બેથી ત્રણ દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે ત્યારબાદ ધીમેધીમે ગુજરાત (Gujarat Monsoon) તરફ આગળ વધશે ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસે તેની સૌ લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે, ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમા લા નીનોની અસર ભારતીય ચોમાસા પર જોવા મળશે. લા નીનો ન્યુટલ  ભારતીય ચોમાસા માટે સારી ગણાય છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે તેને લઈને અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે કે ગુજરાતમાં ૧૦ જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે.

વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. લા નીનો ન્યુટલમાં સારો વરસાદ રહ્યો છે.ત્યારે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 40 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો દક્ષિણ વિસ્તારમાં 80 થી 100 ઇંચ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.તો ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં 30 ઇંચથી વધારે વરસાદ થશે.તો મધ્ય ગુજરાતના ભાગોમાં 32 ઇંચ જેટલો વરસાદ થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે.

આ પણ વાંચો: સાપુતારામાં સર્જાયું આહ્લાદક વાતાવરણ, તસવીરો જોઇને તમને પણ જવાનું થઇ જશે મન

જૂન મહિનામાં સરેરાશ 6 થી 8 ઇંચ વરસાદ થશે.જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન છે,  મધ્ય ગુજરાતમાં 8 ઇંચ વરસાદ થવાનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 20 ઇંચ વરસાદ થવાનું અનુમાન છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ 20થી 25 ઇંચ વરસાદ થશે. જ્યારે કચ્છમાં પણ સારો વરસાદ થવાનું અનુમાન છે.

જુલાઈ મહિનામાં ગંગા-યમુના નદીઓમાં પૂર આવશે. ઓગસ્ટ સુધી યથાવત રહેશે. મધ્યપ્રદેશમાં પણ સારો વરસાદ થશે અને નર્મદામાં જળ સ્તરમાં વધારો થશે. ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદ પડશે.સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદી ઝાપટા પડશે. ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ થશે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાશે જો કે  રાજ્યમાં ચોમાસું વરસાદ સારો રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ambalal Patel, Gujarat Weather Forecast, Gujarat weather update, ગુજરાત, હવામાન

આગામી સમાચાર