Home /News /ahmedabad /Gujarat Weather Update: વરસાદે વિરામ લેતા જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો, આ તારીખથી ફરી આવશે મેઘરાજાની સવારી

Gujarat Weather Update: વરસાદે વિરામ લેતા જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો, આ તારીખથી ફરી આવશે મેઘરાજાની સવારી

ચાલુ વર્ષે ચોમાસામાં રેકોર્ડ બ્રેક વરસાદ પણ નોંધાયો અને ગરમીનો પણ રેકોર્ડ નોંધાયો (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Rain Update: વડોદરામાં છેલ્લા 7 વર્ષના સપ્ટેમ્બર મહિનાનો ગરમીએ રેકોર્ડ તોડ્યો. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, વરસાદની સિઝનમાં ગરમી પણ વધુ રહી છે. ગરમીનું પ્રમાણ વધતા લોકલ સિસ્ટમ સક્રિય થાય છે. જેના કારણે વરસાદ પણ થાય છે.

વધુ જુઓ ...
અમદાવાદ: રાજ્યોમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે, પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એટલે કે, રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ બીજી બાજુ રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમી અને બફારાથી લોકો પરેશાન છે. આ સાથે જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન પણ વધી ગયું છે. કહેવાય છે કે, ભાદરવા મહિનામાં આકરો તાપનો એહસાસ થાય છે.

છેલ્લા દસ વર્ષના સપ્ટેમ્બર મહિનાના તાપમાન


રાજ્યમાં મહત્તમ તાપમાન 37° પહોંચ્યું છે અને સૌથી ગરમ શહેર વડોદરા નોંધાયું છે. વડોદરામાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં 36 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાતું હોય છે. પરંતુ છેલ્લા દસ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં તાપમાન છે તેનો રેકોર્ડ આ વર્ષે સપ્ટેમ્બરમાં તોડી દીધો છે. 2022ના સપ્ટેમ્બર મહિનામાં એટલે કે, ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ વડોદરાનું તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે. તો 2021 સપ્ટેમ્બર મહિનામાં 32 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. 2020માં  36.6 ડિગ્રી, 2019ના સપ્ટેમબરમાં 34.6 ડિગ્રી, 2018માં 36.8 ડિગ્રી, 2017માં 36 ડિગ્રી, 2016માં 36.5 ડિગ્રી, 2015માં 38.5 ડિગ્રી, 2014માં 36.8 ડિગ્રી અને 2013માં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

શહેરોના તાપમાન


ગુજરાતમાં વડોદરા સહિત અન્ય શહેરના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુરતમાં 35 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 34.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતની ચૂંટણી નજીક આવી એટલે લોકો વચનોની લ્હાણી કરવા આવી ગયા

ચાલુ વર્ષે ચોમાસામાં રેકોર્ડ બ્રેક વરસાદ પણ નોંધાયો અને ગરમીનો પણ રેકોર્ડ નોંધાયો. જોકે, ક્લાયમેન્ટ ચેન્જની અસર વાતાવરણ અને ઋતુઓ પર પડી રહી છે. ચાલુ વર્ષે વરસાદ સારો થયો તેમ છતાં વાતાવરણમાં ઠંડક અનુભવાતી નથી. વરસાદ વિરામ લેતા જ બફારો અને ગરમીનો અનુભવ થવા લાગે છે.
" isDesktop="true" id="1246408" >



હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, વરસાદની સિઝનમાં ગરમી પણ વધુ રહી છે. ગરમીનું પ્રમાણ વધતા લોકલ સિસ્ટમ સક્રિય થાય છે. જેના કારણે વરસાદ પણ થાય છે. જોકે, ભાદરવા મહિનામાં સૂર્ય પ્રકોપ રહે છે. જેના કારણે તાપમાન ઊંચું નોંધાયા છે. પરંતુ એક સિસ્ટમ બની રહી છે જેના કારણે 8થી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन