Home /News /ahmedabad /

Gujarat weather News: ગુજરાતીઓ હજી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, અમદાવાદમાં છે રેડ એલર્ટ

Gujarat weather News: ગુજરાતીઓ હજી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, અમદાવાદમાં છે રેડ એલર્ટ

અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે

Gujarat weather update: આજે અમદાવાદની સાથે ગાંધીનગર, કચ્છ અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

    અમદાવાદ: રાજ્યમાં (Gujarat weather update) હજી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં (Gujarat temperature) વધારો થઇ રહ્યો છે. ઉતર પશ્ચિમ પવન ફૂંકાવવાને કારણે તાપમાનમાં વધારો થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં 45 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે કંડલા, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે.

    અમદાવાદમાં મંગળવારે 45 ડિગ્રી તાપમાન પહોંચશે

    હવામાન વિભાગે ગરમીની આગાહી કરતા જણાવ્યુ છે કે, અમદાવાદમાં મંગળવારે 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ ઉપરાંત આવતીકાલે કંડલામાં અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો થવાની શકયતા પણ રજુ કરવામાં આવી છે.

    આ પણ વાંચો - 'હું 2022ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું, અહીં ત્રણ વર્ષથી વિકાસ અટક્યો છે': અલ્પેશ ઠાકોર

    અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ 

    અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદની સાથે ગાંધીનગર, કચ્છ અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે માવઠાની આગાહી કરતા જણાવાયુ છે કે, હાલ વરસાદની કોઈ આગાહી નથી અને વેસ્ટ બંગાળના વાવાઝોડાની રાજ્ય પર કોઈ અસર નહિ થાય.


    ભારતમાં દરેક ઋતુ તેની ચરમસીમાએ લોકોમાં ભય પેદા કરે છે. આ સમયે દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમી (Heatwave)નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તમામ પ્રકારની ગરમીથી ત્રસ્ત લોકો રાહતની આશા સાથે આકાશ તરફ જોઈ રહ્યા છે. પરંતુ હવામાનશાસ્ત્રીઓના મતે લોકોને અત્યારે રાહત નહીં મળે. દેશમાં વધુ તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. જો આંકડાની વાત કરીએ તો ભારતમાં 1971 થી 2021 સુધીમાં લગભગ સત્તર હજાર લોકોએ હીટ વેવને કારણે જીવ ગુમાવ્યા છે. ભારતના ટોચના હવામાનશાસ્ત્રીઓના મતે ભારતમાં ગરમીના કારણે છેલ્લા પચાસ વર્ષમાં સત્તર હજાર લોકોના મોત થયા છે. આ ટીમે 2021માં રિસર્ચ પેપર બહાર પાડ્યું હતું, જેમાં પચાસ વર્ષમાં ગરમીના મોજાની ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન લગભગ 706 હીટવેવની ઘટનાઓ બની છે. (આ અંગે અહીં વધુ વાંચો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, હવામાન

    આગામી સમાચાર