Home /News /ahmedabad /Weather Alert: ફરી ઠુઠવાશે ગુજરાત, આ તારીખથી પડશે અનેક રાજ્યોમાં ઢેફા ફાડ ઠંડી
Weather Alert: ફરી ઠુઠવાશે ગુજરાત, આ તારીખથી પડશે અનેક રાજ્યોમાં ઢેફા ફાડ ઠંડી
ફરી ઠુઠવાશે ગુજરાત
Weather Update: હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, 19 જાન્યુઆરીથી શીત લહેરની સ્થિતિ ઓછી થવાની સંભાવના છે. કારણ કે, બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (western disturbances) પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને ઝડપથી અસર કરે તેવી શક્યતા છે.
નવી દિલ્હી: છેલ્લા થોડા દિવસોમાં ગુજરાત સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં હવામાન સારું હતું. લોકોને કાતિલ ઠંડીથી થોડી રાહત મળી હતી. પરંતુ આ અઠવાડિયે ઠંડી ફરીથી થોડી વધી છે. હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે કોલ્ડ વેવને (cold wave) લઈને એક નવું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 19 જાન્યુઆરીથી શીતલહરની સ્થિતિ ઓછી થવાની સંભાવના છે, કારણ કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને ઝડપથી અસર કરે તેવી શક્યતા છે.
IMD અનુસાર, પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 જાન્યુઆરીની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે અને બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 20 જાન્યુઆરીની રાતથી અસર કરી શકે છે. આ કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી શીત લહેર ગુરુવારથી ઓછી થવાની સંભાવના છે. પરંતુ આ પહેલા, મંગળવાર સવાર સુધીમાં, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં 17 અને 18 જાન્યુઆરી અને ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ ભાગોમાં 17 થી 19 જાન્યુઆરીએ કોલ્ડવેવની સ્થિતિ રહેવાની શક્યતા છે. 18 જાન્યુઆરી સુધી રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના ભાગોમાં ઠંડીથી તીવ્ર કોલ્ડવેવની સ્થિતિ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4.5°C વધારે હોય અથવા જ્યારે તે 4°C સુધી ઘટી જાય ત્યારે IMD એ પ્રદેશમાં શીત લહેર જાહેર કરે છે.
IMDએ જણાવ્યું હતું કે, 16 થી 18 જાન્યુઆરી દરમિયાન ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં રાત્રિ અને સવારના સમયે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. બીજી તરફ 16 થી 19 જાન્યુઆરી દરમિયાન બિહારમાં ધુમ્મસ રહેશે. ઓડિશામાં 16 અને 17મીએ અને આસામ, મેઘાલય અને ત્રિપુરામાં 16થી 20 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસની શક્યતા છે.