હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 9 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નવસારી અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. વલસાડ જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે.