15:3 (IST)
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, "આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. મોટાભાગે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરમિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે.