liveLIVE NOW

Gujarat Weather Today LIVE: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Weather forecast: છઠ્ઠી તારીખે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીની શક્યતા નથી. પરંતુ કચ્છ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • News18 Gujarati
  • | August 06, 2022, 14:33 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 10 MONTHS AGO
    15:10 (IST)
    રાજકોટના જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. જેતપુર તાલુકામાં વહેલી સવારેદોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

    14:3 (IST)
    આગામી પાંચ દિવસ રાજ્યમાં મેઘો મનમુકી વરસશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર ગુજરાતમાં થઈ રહી છે. આગામી 
    8, 9, 10 ઓગસ્ટ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 

    14:1 (IST)
    સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે રાજ્યમાં સારો વરસાદ પડશે.

    14:0 (IST)
    ગુજરાતમાં આગામી પાંચ દિવસ મેઘરાજા મનમૂકીને વરસશે. હવામાન વિભાગ (Meteorological department) ના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ (Heavy rain forecast) પડી શકે છે. બીજી તરફ આઠમી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 

    14:0 (IST)
    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં 120 એમ.એમ. નોંધાયો છે. 

    13:59 (IST)
    રાજ્યમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 74.74 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 121.65 ટકા વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં 62.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.45, સૌરાષ્ટ્રમાં 67.52 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 86.27 ટકા વરસાદ પડ્યો છે. 

    13:26 (IST)
    આજે સવારથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાનાં માંડવી નગર સહિત તાલુકામાં વરસાદી માહોલ જોવા મલ્યો છે. માંડવીમાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માંડવી તાલુકાના રૂપન, સઠવાવ, મોરીથા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. 

    12:7 (IST)
      દક્ષિણ ભારતના તમિલનાડુ, કર્ણાટક, કેરળમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી કાવેરી નદીમાં પૂર આવ્યા છે. કાંઠાના વિસ્તારોમાં તંત્ર તરફથી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 

    12:4 (IST)
    ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેના પગલે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીના ગણદેવી અને ચીખલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. 

    10:54 (IST)
    ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સપાટી જાળવી રાખવા માટે આવક કરતા વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. 

    અમદાવાદ: શુક્રવારે અમદાવાદ હવામાન વિભાગ ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી પાંચ દિવસને લઈને આગાહી કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 48 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં આવતા 24 કલાકમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો