આજથી એટલે કે, પાંચમી ઓગસ્ટથી લઈને ગુજરાતમાં વરસાદનું જોર વધશે. સાત અને આઠ ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી (Heavy rain forecast) વ્યક્ત કરવામાં આવી છે. આ સમય દરમિયાન ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે.