Home /News /ahmedabad /Gujarat weather today: ગુજરાતમાં કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી છે આવી આગાહી

Gujarat weather today: ગુજરાતમાં કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી છે આવી આગાહી

અંબાલાલ પટેલ અને ડો. મનોરમા મોહન્તીની ફાઇલ તસવીર

Gujarat Rain forecast & Weather Updates: આ વખતે ગુજરાતમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. ત્યારે હજી વરસાદ અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે.

    અમદાવાદ: ગુજરાતમાં આ વખતનું ચોમાસું ચોધાર રહ્યુ છે. આ મોસમનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. હાલ હવામાન વિભાગ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી નથી. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સારો વરસાદ વરસી શકે છે. જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 31મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

    અંબાલાલ પટેલની આગાહી


    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, સામાન્ય રીતે પહેલી સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. ચોમાસાની વિદાય વાયવ્ય ખૂણામાં છે. ઓક્ટોબર આવતા આવતા દેશના ઉત્તરના રાજ્યમાં ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વખતે વિશિષ્ટ તિથિને કારણે ગરમીના કારણે ક્યાંક ક્યાંક વરસાદ થશે. તારીખ 31મી તારીખ સુધી ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ રહેશે. સ્પટેમ્બરમાં પણ હળવા ચક્રવાત થવાની સંભાવના છે.

    અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: ઝાયડસ બ્રિજ પર અકસ્માત

    સપ્ટેમ્બરની શરૂઆતમાં અને 8થી 11 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા છે. આ સમયમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા છે. 13મી સપ્ટેમ્બર બાદ પણ વરસાદ થવાની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ વરસાદને કારણે સરોવરના જળ, પાણી શુદ્ધ થશે. પ્રકૃતિ સુંદર થશે. 13 તારીખ પછી પણ વરસાદ થવાની શક્યતા છે. 28 તારીખ સુધીમાં કોઇક કોઇક ભાગમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે વરસાદને કારણે કેટલાક ભાગોમાં સ્થિતિ મારફાડ રહેશે. વાવાઝોડાની પણ શક્યતાઓ રહેશે. ધીરે ધીરે વરસાદની વિદાય વખતે છુટોછવાયો વરસાદ થશે.

    એકાએક મકાન થયું ધરાશાયી, વાયરલ થઇ રહ્યો છે Live Video

    હવામાન વિભાગની આગાહી


    હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહેશે. તેમાં પણ ખાસ કરીને 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આજે સાંજ સુધી ધીમીધારે વરસાદ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા છે.
    " isDesktop="true" id="1244080" >

    ગીરાધોધમાં પ્રવાસીઓનો જમાવડો


    આંબાપાડા (વઘઇ)નો આ ગીરાધોધ, ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. અહીં ચોમાસા બાદ પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે હા, તમે ડાંગના નાયગ્રા ધોધ તરીકે ઓળખાતા આ વોટરફોલની નજીક જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat monsoon 2022, Gujarat Weather Forecast, Gujarat weather update, ગુજરાત, હવામાન

    विज्ञापन
    विज्ञापन