liveLIVE NOW

Gujarat Weather Todays live blog: ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

Gujarat Rain Update: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

  • News18 Gujarati
  • | August 23, 2022, 08:11 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 MONTHS AGO
    15:30 (IST)
    અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે."

     
    14:4 (IST)
    હાલમાં નર્મદા નદી બંને કાંઠે વહી રહી હોવાથી શિનોર, કરજણ અને ડભોઈ તાલુકાના કાંઠા વિસ્તારના તમામ ગામોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ગામલોકોને પણ નદી કાંઠાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે.

    12:6 (IST)
      આજે મંગળવારે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં 82 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ચાર કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો સૌથી વધુ પાટણના સરસ્વતીમાં ચાર કલાકમાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પાટણમાં બે ઇંચ, મહેસાણામાં 1.92 ઇંચ, પાટણના રાધનપુર અને વિસનગરમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વડનગ, પાટણના સાંતલપુર, અરવલ્લીના મેઘરજમાં 30 એમએમથી વધુ વરસાદ વરસ્યો છે. 

    10:56 (IST)
      અમદાવાદના 6 તળાવોમાં નર્મદાના નીર આવ્યા. નર્મદા કેનાલમાં આવક વધતા તળાવોમાં નવા નીર આવ્યા છે. અમદાવાદના ઈન્ટરલિંક કરાયેલા 6 તળાવો ભરાયા. શહેરના અન્ય 17 તળાવો ભરવાની પણ કવાયત છે. 17 તળાવોમાં નર્મદાનું પાણી ભરી શકાય તે માટે કવાયત. 5 કરોડના ખર્ચે 6 કિમીની લાઈન પ્રથમ તળાવ સુધી નંખાઈ.

    10:9 (IST)
    9:48 (IST)
    9:32 (IST)
    બીજી તરફ મહેસાણાના ધરોઇ ડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા છે. પાણીની આવકમાં વધારો નોંધાતા ડેમના ચાર દરવાજા ખોલીને 21,192 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 21,192 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

    અમદાવાદ : ગુજરાતમાં આ વખતે સારો વરસાદ વરસ્યો છે. જોકે, થોડા દિવસથી મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેમ વરસાદનું જોર ઘટ્યું હતુ. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ધોધમાર વરસાદને કારણે ફરીથી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે અંબાલાલ પટેલે પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

    રાજ્યમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 97.70 ટકા નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 97.51ટકા વરસાદ નોંધાયો છે તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 88. 76 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા અને કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદ સાથે ચક્રવાતની આગાહી કરી છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन