liveLIVE NOW

Gujarat Weather Today LIVE: કૃષ્ણ જન્મોત્સવ અને પારણાંમાં જાણો ગુજરાતમાં કેવો રહેશે મેઘરાજાનો અંદાજ?

Gujarat Rains update: વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેના કારણે 22 તારીખથી ફરી વરસાદનું જોર વધશે.

  • News18 Gujarati
  • | August 19, 2022, 10:33 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 MONTHS AGO
    15:56 (IST)
    14:59 (IST)
    13:2 (IST)
    12:29 (IST)
      સારા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. રાજ્યના 207 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી ભરાયા છે. 86 જળાશયો હાઇ એલર્ટ પર મુકાયા છે. 15 જળાશયો એલર્ટ પર મુકાયા છે. 85 જળાશયોમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ. આ સાથે 15 જળાશયોમાં 80થી 90 ટકા જળસંગ્રહ છે. 89 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી ભરાયું છે.

    12:29 (IST)
      સારા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. રાજ્યના 207 જળાશયોમાં 80 ટકાથી વધુ પાણી ભરાયા છે. 86 જળાશયો હાઇ એલર્ટ પર મુકાયા છે. 15 જળાશયો એલર્ટ પર મુકાયા છે. 85 જળાશયોમાં 90 ટકાથી વધુ જળસંગ્રહ. આ સાથે 15 જળાશયોમાં 80થી 90 ટકા જળસંગ્રહ છે. 89 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી ભરાયું છે.

    11:42 (IST)
      સુરતમાં ખાડી પૂરનું પાણી ઓસરતા સફાઈ કામગીરી શરૂ

    10:54 (IST)
      નર્મદા ડેમમાં ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી પાણી આવક ઘટીને 23 દરવાજાને બદલે માત્ર 10 દરવાજા 1.5 મીટર ખોલી 1લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. નદીમાં કુલ જાવક 1,45,000 ક્યુસેક થશે. નર્મદા ડેમની સપાટી 135.46 મીટર નોંધાઈ છે. પાણીની આવક - 1,84,556 ક્યુસેક નદીમાં 3,95,027 ક્યુસેક પાણી છોડાયું. કેનાલમાં 18,342 ક્યુસેક પાણી છોડાયું.

    10:37 (IST)
      વૈડી ડેમ થયો ઓવરફલો

    10:33 (IST)
      ગરુડેશ્વર વિયર કમ કોઝવે ઓવર ફ્લો

    9:49 (IST)
    અમદાવાદ : રાજ્યમાં (Gujarat monsoon update) આજે ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની (Krishna Janmashtam) ઉજવણી કરવામાં આવશે. ત્યારે જોઇએ કે, ગુજરાતમાં મેઘરાજા (Gujarat rain today) વિરામ લેશે કે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે વરસાદનું જોર ઘટી શકે છે. જ્યારે વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેના કારણે 22 તારીખથી ફરી વરસાદનું જોર વધશે. એટલે શુક્ર, શનિ અને રવિવારે લોકોના રંગમાં ભંગ નહીં પડે તેવી શક્યતાઓ છે.

    હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 21મી તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે. પરંતુ 22મી તારીખથી વરસાદની એક્ટિવિટી વધવાની સંભાવના છે. 22મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन