liveLIVE NOW

Gujarat Weather Today LIVE : ગુજરાતીઓને મળશે રાહત? આજથી વરસાદનું જોર ઘટી શકે છે

Gujarat Rains updates: 18મી ઓગસ્ટથી એટલે આજથી વરસાદનું જોર ઘટી જશે. સૌરાષ્ટ્રમાં 19મી ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે.

  • News18 Gujarati
  • | August 18, 2022, 14:29 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A MONTH AGO
    15:6 (IST)
    15:6 (IST)
    14:9 (IST)
    12:2 (IST)
      નર્મદા ડેમથી 12 કિમિ દૂર ગરુડેશ્વર ગામ પાસે બનાવવામાં આવેલો વિયર ડેમ હાલ છલોછલ ભરાઇ ગયો છે. કેવડિયા નજીક ગોરા ગામના નર્મદા કિનારે 15 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ કરાયું છે. જે ઘાટ પર નર્મદા આરતી પણ થતી હતી. હાલ આ ઘાટ પણ પાણીની આવકને કારણે ડૂબી ગયો છે. સરદાર સરોવર નર્મદા બંધના 23 ગેટ ખોલી હાલ 5.62 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેમાં ગોરા ઘાટ પણ ડૂબી ગયો છે. 

    11:32 (IST)
      આ સાથે વાસણા બેરેજની હાલની સપાટી 127 ફૂટ થઇ છે. જેના 24 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલું પાણી 21630 છે. ધરોઇ ડેમની આજની સપાટી 188.68 મીટર નોંધવામાં આવી છે. જેના 4 ગેટ ખોલવામાં આવ્યા છે. સંત સરોવરની આજની સપાટી 51 મીટર નોંધાઇ છે. આ સાથે આ સરોવરના બધા જ ગેટ ફ્રી ફ્લોમાં ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં 20938 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. 

    10:48 (IST)
    સુરતના સાણીયા હેમદ ગામ બેટમાં ફેરવાયું

    9:54 (IST)
    9:1 (IST)
      8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.31 મી. થઇ છે. પાણીની આવક 7,45,724 ક્યુસેક નોંધાઇ છે. ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થયો છે. 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,744 ક્યુસેક નદીમાં છોડાયું. નદીમાં કુલ જાવક 5,44,744 ( દરવાજા + પાવરહાઉસ) ક્યુસેક રહેશે.કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,238 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાંથી કુલ જાવક -  5,62,982 ( Gates+rbph+ chph) ક્યુસેક લાઈવ સ્ટોરેજ - 4707.1 MCM

    અમદાવાદ : ગુજરાતમાં વરસાદ અંગે આગામી પાંચ દિવસ હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતી (Dr Manorama Mohanty)ના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજી વરસાદ રહેશે. 18મી ઓગસ્ટથી એટલે આજથી વરસાદનું જોર ઘટી જશે. સૌરાષ્ટ્રમાં 19મી ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે.

    ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 93.32 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 143.22 ટકા, ઉત્તર ગુજરાતમાં 90.49 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.78 ટકા, સૌરાષ્ટ્રમાં 84.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 104.42 ટકા વરસાદ પડ્યો છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन