liveLIVE NOW

Gujarat Weather Today LIVE : આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, 7 જિલ્લામાં ઓરેન્જ - 3 જિલ્લામાં યેલો એલર્ટ

Gujarat Rains updates: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • News18 Gujarati
  • | August 17, 2022, 10:08 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    15:54 (IST)
    15:51 (IST)
      મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પણી છોડાયું છે. જેના પગલે અમદાવાદ શહેર અને ધોળકા તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજના વિસ્તારને એલર્ટ કરાયા છે.

    15:42 (IST)
      આ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. આ દિવસ કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. 18મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

    13:23 (IST)
      હવામાન વિભાગની આગાહી

    12:29 (IST)
      રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ, 2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ સરદાર સરોવર (Sardar Sarovar) સિવાય રાજ્યના 206 જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

    11:51 (IST)
    11:5 (IST)
      મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નર્મદા નદીમાં સતત પાણીની આવક થઇ રહી છે. ચાંદોદ પાસેથી પસાર થતી નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ નર્મદા નદી પાસે ચાંદોદ, નંદેરીયા, ભીમપુરા અને કરનાળી ગામ આવેલા છે. જેના કારણે પાણીમાં સતત વધારો થતા પોલીસ અને ડિઝાસ્ટર તંત્ર તેની પર સતત નજર રાખી રહી છે. હાલ ગામના લોકોને તંત્ર દ્વારા સતર્ક કરી દેવામાં આવી છે. 

    10:28 (IST)

    ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 134.32 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધતા જાવક પણ વધારવામાં આવી છે. હાલ ડેમમાં 5,58,599 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાવામાં આવી રહ્યું છે.

     
    અમદાવાદ: હવામાન વિભાગ (Meteorological department) તરફથી ગુજરાતમાં (Gujarat rain update) આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

    ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલાયા છે. ડેમમાં 3,90,656 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા નદીમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.54 મીટર નોંધાઇ છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन