liveLIVE NOW

Gujarat Weather live Update: શ્રાવણમાં શ્રીકાર, રાજ્યમાં છેલ્લા 18 કલાકમાં 209 તાલુકમાં વરસાદ વરસ્યો

Gujarat rain forecast: છેલ્લા 18 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • News18 Gujarati
  • | August 16, 2022, 09:14 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    13:43 (IST)
    12:33 (IST)
    12:14 (IST)
      ગુજરાતની સાથે સાથે મુંબઇમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મુંબઇનાં હિંદમાતા જંક્શન પર 0.5 ફૂટ વરસાદી પાણી ભરાયુ છે. જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. 


    12:4 (IST)
    કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    11:29 (IST)
      શામળાજી ઉદેપુર સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. હાઇવે પર 15 કિમી દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. હાઇવે પર ભેખડો પડવાને કારણે વાહન વ્યવહાર પર અસર થઇ છે.

    9:51 (IST)
      હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. 

    સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 

    પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આ સાથે 

    અન્ય જીલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

     અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે 

    અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસશે.

    9:11 (IST)
    અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ, ચકુડીયા - 16 એમએમ, ઓઢવ - 7 એમએમ, 
    વિરાટનગર - 8 એમએમ, નિકોલમાં 4 એમએમ, રામોલમાં 25 એમ એમ હાટકેશ્વર / ખોખરા 3 એમએમ, પાલડીમા 47 એમએમ, ઉસ્માનપુરામાં 11 એમએમ, ચાંદખેડામાં 8 એમએમ,રાણીપમાં ૦૦, બોડકદેવમાં 25 એમએમ, સોલા/ સાયન્સ સિટીમાં 13 એમએમ, ગોતામાં 01 એમએમ, ચાંદલોડિયામાં 10 એમએમ, સરખેજમાં 53 એમએમ, 
    જોધપુરમાં 43 એમએમ, બોપલમાં 28 એમએમ, મક્તમપુરામાં 40 એમએમ, દાણાપીઠમાં 28 એમએમ, દુશેશ્નરમાં 19 એમએમ, મેમ્કોમાં 12 એમએમ, નરોડામાં 1 એમએમ, કોતરપુરમાં 2.50 એમએમ, મણિનગરમાં 18 એમએમ, વટવામાં 25 એમએમ વરસાદ નોંધાયો છે. 

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat Monsoon) ફરી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ પણ 2 દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે 16 ઓગસ્ટે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે કે અહીં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.

    અમદાવાદમાં પણ સોમવારથી મેઘરાજાએ જમાવટ શરૂ કરી છે. મંગળવારે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

    વરસાદના આંકડાની વાત કરીએ તો, છેલ્લા 18 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन