liveLIVE NOW

Gujarat Weather LIVE Updates: ગુજરાતમાં ત્રણ દિવસ આ વિસ્તારોમાં રહેશે ભારે વરસાદ, જાણો ક્યારથી ચોમાસું પડશે નબળું

Gujarat Rains Live Updates on 15 September 2022: સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જણાવ્યુ કે, બીજા દિવસે પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.

 • News18 Gujarati
 • | September 15, 2022, 09:08 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 3 MONTHS AGO
  15:59 (IST)
  હાલ વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને વરસાદી ટર્ફ સક્રિય થતા આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 17મી તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ ભારે વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગાહી પ્રમાણે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે.

  14:32 (IST)
  ગીર સેમનાથના ખેડૂતોને વધુ વરસાદને કારણે ખેતરોમાં થયું ઘણું નુકસાન.

  11:52 (IST)
  ગુજરાતમાં અત્યારસુધી પડેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 113.14 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ ઝોનમાં 178.44 ટકા પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 120.50 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 91.98 ટકા, સૌરાષ્ટ્રમાં 105.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 119.40 ટકા વરસાદ પડ્યો છે.

  10:43 (IST)
    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આ વખતે પ્રથમવાર 138.68 મીટરે પહોંચી છે. જેથી નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરના વધામણાં કર્યા છે. ત્યારે નર્મદા નિગમના અધિકારીઓએ આ અંગે ગઇકાલથી જ તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધુ હતુ. નર્મદા નિગમ દ્વારા મા નર્મદાની વિધિવત પૂજા કરવા માટે બ્રાહ્મણ પાસેથી પણ ડેમ પર કઈ જગ્યાએ પૂજાવિધિ કરવીએ અંગે જાણકારી પણ લઈ લીધી હતી. જેથી આજે સીએમ પટેલે ત્યાં જ સંપૂર્ણ વિધિ કરી હતી.

  10:11 (IST)
    આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  9:30 (IST)
  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન સૌથી વધારે વરસાદ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં 155 એમ.એમ. નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 21 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

  9:10 (IST)
  રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ રહેશે સૌરાષ્ટ્ર,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 17 તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી અમદવાદ અને ગાંધીનગરમાં છટાછવાયા વરસાદની આગાહી વૉલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને વરસાદી ટર્ફ સક્રિય ચોમાસાની વિદાઇને વાર હોવાથી નવરાત્રીમાં પણ પડી શકે છે સામાન્ય વરસાદ ,માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

  9:3 (IST)
  હવામાન વિભાગના વીજીન લાલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ થશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી છે.

  8:54 (IST)
  હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને વરસાદી ટર્ફ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 17મી તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે.

  અમદાવાદ: હાલ વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને વરસાદી ટર્ફ સક્રિય થતા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 17મી તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વીજીન લાલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ થશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જણાવ્યુ કે, બીજા દિવસે પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.

  સૌરાષ્ટ્ર, કચ્છમાં ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે સૈરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી નથી. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલા અને બીજા દિવસે દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર અંગે વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે નહીં પરંતુ સામાન્ય વરસાદ વરસી શકે છે.
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन