liveLIVE NOW

Gujarat Weather live : રાજ્યમાં 84% કરતા વધુ વરસાદ નોંધાયો, જાણો આજે ક્યા ક્યા વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

Gujarat rain updates: હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે, 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

  • News18 Gujarati
  • | August 15, 2022, 10:35 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A MONTH AGO
    15:51 (IST)
    15:5 (IST)
    અરવલ્લી જિલ્લાના જળાશયોમાં ભરપૂર આવક

    13:44 (IST)
      15મી ઓગસ્ટના રોજ દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. આજે સવારે છ કલાકમાં રાજ્યના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. વ્યારા અને મેઘરજમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. મહેસાણાના સતલાસણમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બારડોલી અને નિઝરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

    13:16 (IST)
      તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

    11:41 (IST)
    11:25 (IST)
    10:50 (IST)
    સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગત રોજ મોડી રાતથી ધીમીધારે વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બારડોલી સહિત પલસાણા કડોદરા પંથકમાં વરસાદી માહોલ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. 


    8:38 (IST)
      ઉકાઇ ડેમ પર તિરંગો લહેરાવાયો

    અમદાવાદ: રાજ્યમાં (Gujarat monsoon update) આ વર્ષે મન મૂકીને વરસાદ વરસ્યો (Gujarat Rainfall) છે. રાજ્યમાં અત્યાર સુધીમાં (rain in Gujarat) 84.26 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે છેલ્લા 8 વર્ષમાં 14 ઓગસ્ટ સુધી વરસેલા વરસાદમાં આ ટકાવારી સૌથી વધુ છે. જોકે, હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે, 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.

    ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 84.26 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 133.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.18 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 71.87 ટકા, સૌરાષ્ટ્રમાં 78.30 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.28 ટકા વરસાદ પડ્યો છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन