liveLIVE NOW

Gujarat weather live updates : રાજ્યના આ વિસ્તારોમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ

Gujarat Rain Forecast: હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રવિવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે.

  • News18 Gujarati
  • | August 14, 2022, 07:45 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    15:13 (IST)
      રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 135 મીટરને પાર પહોંચી છે. ડેમની મહત્ત્મ જળ સપાટી 138.68 મીટરની છે. આજે ડેમના કુલ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 2,20,000 ક્યૂસેક પાણીની આવક થઇ છે. આ સાથે 30,000 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.  

    15:12 (IST)
    12:17 (IST)
    11:36 (IST)
      ડાંગના ભિંગુ ધોધમાં કુદરતી નજારો જોવા મળ્યો છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. 

    10:55 (IST)
    10:44 (IST)
      24 કલાકમાં 174 તાલુકામાં મેઘમહેર

    10:31 (IST)
      એક સપ્તાહથી વધુ સમયથી રાજ્યમાં વધતા ઓછા પ્રમાણમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો. હજુ પણ હળવો વરસાદ યથાવત છે. એવામાં હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે, રવિવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. 16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 133 ટકા વરસાદ વરસ્યો છે.

    9:20 (IST)
      નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 134 મીટરને પાર પહોંચી છે. ઓવરફ્લો થવાથી નર્મદા ડેમ માત્ર 4 મીટર દૂર છે. નર્મદા ડેમમાં 1,04,000 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમના 10 દરવાજા ખોલી 30,000 ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડાયું છે.

    8:55 (IST)
      નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે કાળાડિબાંગ વાદળો વચ્ચે મેઘધનુષ્યનો અદભૂત નજારો જોવા મળ્યો. નદીની આજુ-બાજુ ખિલેલા જંગલો અને વચ્ચે અડિખમ રીતે ઉભેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સાત રંગના છંટકાવથી અલ્હાદક દ્રશ્યો સર્જાયા. ખાસ પ્રકૃતિની સુંદરતાને માણવા લોકો દૂર દૂરથી કેવડિયા આવી રહ્યા છે. 

    8:23 (IST)
    અમદાવાદ: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની (Gujarat Monsoon forecast) હવામાન વિભાગની આગાહી (weather forecast) કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અરવલ્લી, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. એક સપ્તાહથી વધુ સમયથી રાજ્યમાં વધતા ઓછા પ્રમાણમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હજુ પણ હળવો વરસાદ યથાવત છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રવિવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.

    રાજ્યમાં વરસાદના આંકડાની વાત કરીએ તો, ગાંધીનગરમાં શુક્રવારે સાંજથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જે બાદ સવાર સુધી છુટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા. માણસા પંથકમાં શુક્રવારે સાંજે 4થી રાત્રે 10 વાગ્યા વચ્ચે 3.72 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જે બાદ છુટા છવાયા વરસાદ વચ્ચે શનિવારે સવારે છ વાગ્યા સુધીમાં માણસામાં 11 એમએમ વરસાદ નોંધાયો હતો.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन