liveLIVE NOW

Gujarat Weather Today LIVE: ગુજરાતમાં મેઘો મુશળધાર! આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain forecast: આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેવાની આગાહી કરવામાં આવી છે.

 • News18 Gujarati
 • | September 13, 2022, 10:53 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 MONTHS AGO
  14:13 (IST)
    મોરબીમાં ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે મચ્છુ ૦૨ ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. મોરબીના જીવદોરી સમાન ગણાતો મચ્છુ ૦૨ ડેમ ૮૦ ટકા જેટલો ભરાતા મોરબી તાલુકાના ૧૭ અને માળિયામી તાલુકાના ૧૫ મળી કુલ ૩૨ ગામોને એલર્ટ કરાયા છે. સાથે તમામ ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવાની અપીલ કરાઈ છે.

  13:43 (IST)
  12:19 (IST)
    અમરેલીમાં ઉપરવાસમાં થયેલા વરસાદ પગલે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. લીલીયા તાલુકાના ૧૪ ગામ , સાવરકુંડ લાવી ૭ ગામ અને જેલર તાલુકાનું એક ગામ બેટમાં ફેરવાયુ છે. જેના કારણે ખેતરોમાં મોટુ નુકશાન થયુ છે. જેના પગલે ધારાસભ્ય પ્રતાપ દુધાતએ સીએમને પત્ર લખી નુકશાનનો સર્વે કરવા માંગ કરી છે.

  12:19 (IST)
    અમરેલીમાં ઉપરવાસમાં થયેલા વરસાદ પગલે અનેક ગામો બેટમાં ફેરવાયા છે. લીલીયા તાલુકાના ૧૪ ગામ , સાવરકુંડ લાવી ૭ ગામ અને જેલર તાલુકાનું એક ગામ બેટમાં ફેરવાયુ છે. જેના કારણે ખેતરોમાં મોટુ નુકશાન થયુ છે. જેના પગલે ધારાસભ્ય પ્રતાપ દુધાતએ સીએમને પત્ર લખી નુકશાનનો સર્વે કરવા માંગ કરી છે.

  11:52 (IST)
  10:56 (IST)
    સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પાણી છોડાયુ છે. ભોગાવો નદીમાં પાણી આવતા સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર સહિતના શહેરના નીચાણવાળા વિસ્તાર તેમજ વઢવાણ અને લીંબડીના 10થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કોઝવે તેમજ વઢવાણ જીઆઇડીસી કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણીમાંથી લોકો જીવના જોખમ પસાર થઇ રહ્યાં છે. કોઝવે બંધ કરાવવાની કામગીરી તંત્ર દ્વારા માત્ર કાગળ પર કરવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો.

  10:17 (IST)
  9:32 (IST)
  8:49 (IST)
    સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 99.14% ભરાઈ જતાં સુરેન્દ્રનગર સહિત 10થી વધુ ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ, ખમીસાણા, મેમકા, સાંકળી, ભડીયાદ, નાના કેરાળા અને શીયાણી સહિતના ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઇ છે. ધોળીધજા ડેમ ઓવરફ્લો થવાથી ભોગાવો નદીમાં તેનું પાણી આવવાની શક્યતા હોઈ તંત્ર સતર્ક બન્યુ છે. ધોળીધજા ડેમની કુલ ક્ષમતા 20 ફુટ છે જેની સામે હાલ 19.14  ફુટથી વધુ પાણી છે. નર્મદા કેનાલમાંથી પાણીની આવકને લઇને ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. પાણીનુ લેવલ મેઇન્ટેન કરવા ઓવરફ્લો કરવામાં આવે તેવી શક્યતા છે.

  8:40 (IST)
    રાજ્યમાં ભાદરવો ભરપૂર  થતા અનેક વિસ્તારોમાં મેઘમહેર થઇ રહી છે. જુઓ ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે.

  અમદાવાદ : રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરેબિયન સીમાં સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેશે. જેના કારણે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

  અમદાવાદમાં સોમવારે, સતત ત્રીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેમા સરખેજમાં સૌથી વધુ અઢી ઈંચ જ્યારે જોધપુર વિસ્તારમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં હિલસ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ આગામી બે દિવસ વરસાદની સંભાવના છે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन