liveLIVE NOW

Gujarat Weather Today LIVE: ગુજરાતમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી, આ તારીખે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

Gujarat Rain Forecast: 15 અને 16 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના દરવાજા સિઝનમાં પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે.

  • News18 Gujarati
  • | August 13, 2022, 16:42 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    13:26 (IST)
    16:20 (IST)
    વિજયનગરમાં 6 ઈંચ વરસાદ પડ્યો. ભારે વરસાદથી હરણાવ ડેમ 80 ટકાથી વધુ ભરાયો છે. ડેમમાં પાણીની આવકથી 10 ગામને એલર્ટ કરાયા છે. 

    14:54 (IST)
    મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. મોરબીના શનાળા રોડ, રવાપર રોડ, લીલાપર રોડ, શાક માર્કેટ, નવા બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ, નહેરૂગેટ, સામાકાંઠા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ભરતનગર, શકત શનાળા, રાજપર, અમરનગર, મહેન્દ્રનગર, ઘૂટું, સાદુરકા, ટીંબડી અને ધરમપુરમાં વરસાદ પડ્યો છે. 

    12:22 (IST)
    ઉકાઈ ડેમમાં પાણીની ધરખમ આવક થઈ રહી છે. ઉપરવાસથી ડેમમાં 1,36,887 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 

    10:30 (IST)
    સાબરકાંઠામાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે.

    8:58 (IST)
    કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. સાતપુડા અને વીંદ્યાચલની ગિરી કન્દ્રા વચ્ચે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્ય સર્જાયા છે. સામી સાંજે વરસાદના વિરામ બાદ અચાનક સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય દેખાતા પ્રવાસીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા. હાલ હર ઘર ત્રીરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મનમોહક નજારો જોવા મળ્યો હતો. બે દિવસ બાદ સ્વતંત્રતા પર્વ છે ત્યારે કુદરતે જાણે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ત્રિરંગો ફરકાવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. 


    8:54 (IST)
    સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમ 134.31 મીટરની સપાટીએ પહોંચ્યો છે. હાલ ડેમમાં 129,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમના ત્રણ ગેટ ખોલીને છ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

    7:49 (IST)
    પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાધનપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો.

    રાધનપુર- 98 મિ.મી.
    સિદ્ધપુર- 42 મિ.મી.
    સમી- 29 મિ.મી.
    સાંતલપુર- 17 મિ.મી.
    હારીજ- 16 મિ.મી.
    ચાણસ્મા- 16 મિ.મી.
    પાટણ- 15 મિ.મી.
    શંખેશ્વર- 15 મિ.મી.
    સરસ્વતી- 11 મિ.મી.

    7:44 (IST)
    સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો...

    તલોદ- 4.7 ઇંચ

    હિંમતનગર- 4.4 ઇંચ

    ઈડર- 4 ઇંચ

    પોશી- 2.5 ઇંચ

    પ્રાંતિજ- 2.25 ઇંચ

    વડાલી - 1 ઈંચ

    ખેડબ્રહ્મા - 20 મી.મી.

    ગાંધીનગર: હવામાન વિભાગે શુક્રવારે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી હતી. જે પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. એટલે કે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આ દરમિયાન 15 અને 16 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના દરવાજા સિઝનમાં પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે. ડેમના પાંચ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन