liveLIVE NOW

Gujarat Weather Today LIVE: ગુજરાતમાં છેલ્લા 18 કલાકમાં 168 તાલુકામાં મેઘરાજાની આવી સવારી, જાણો આજે ક્યાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Gujarat rain forecast live: વરસાદના અનુમાન પ્રમાણે, દક્ષિણ ગુજરાત,પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. તો અમદાવાદમાં પણ 14 અને 15 સપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 • News18 Gujarati
 • | September 12, 2022, 08:10 IST |
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 9 MONTHS AGO
  14:23 (IST)
    અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે. શહેરમાં આજે ભરબપોરે અંધારપટ છવાઇ ગયો હતો. અંધારપટ્ટ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. શહેરના ઇન્કમટેક્સ વિસ્તાર પાસે વૃક્ષ ધરાશાયી થયુ છે. જેના કારણે અનેક વાહનો દટાયા છે. અંબાવાડી, જોધપુર, પ્રહલાદનગરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે એક વ્યક્તિ પણ ફસાયો છે. બચાવ કામગીરીના વિઝ્યુઅલ મોકલી આપ્યા છે. 

  11:3 (IST)
    ઉપલેટા પાસે આવેલો મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપલેટા તાલુકાના મોજ ડેમનો એક દરવાજો 0.25 ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે. મોજ ડેમની કુલ સપાટી 72.54 મીટર છે. પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળીયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા, વાડલા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે.

  9:55 (IST)
    રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલો ભાદર -2 ડેમ ફરી ઓવર ફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામા આવ્યા છે. ડેમમાં 12,540.03 ક્યુસેક પાણીની આવક સામે 12,540.03 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતા ભાદર ડેમ સાઈટના 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ધોરાજી તાલુકાના ચાર ગામ ભોળા, ભોળ ગામડા, છાડવાવદર અને સુપેડીને એલર્ટ કરાયા છે. ઉપલેટા તાલુકાના 15 ગામ, કુતિયાણાના 10 ગામ, માણાવદરના 4 ગામ અને પોરબંદરના ચાર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.

  9:44 (IST)
    આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.60 મીટર થઈ ગઇ છે. 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 12 સેમીનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઇ છે. હાલ ડેમમાં 65881 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આ સાથે બે દરવાજા 0.20 સેમી ખોલીને 6000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાંથી 65,374 ક્યુસેક પાણીની કુલ જાવક થઇ રહી છે.

  9:10 (IST)
    જેતપુર તાલુકામાં મેઘમહેર યથાવત. મેવાસા પાસેનો છાપર વાડી 2 ડેમ ઓવરફ્લો થયા છે. અનેક વિસ્તારો એલર્ટ કરાયા છે.

  8:54 (IST)
    સુરત નવસારી વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  7:40 (IST)
    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદસ, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  7:31 (IST)
    11 સપ્ટેમ્બર રાતે 12 કલાક સુધીમાં રાજ્યનાં કુલ 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના વલભીપુર તાલુકામાં 3.28 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે અમરેલીના બાબરામાં 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના જેતપુર, ધંધુકા, વિછીયા, સુરેન્દ્રનગરના ચુડા, મોરબીના હળવદમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણના સંતલપુરમાં, કોટડાસંઘની, સુરેન્દ્રનગરના થાનગઢ, કરજણ, માળિયા મિયાણા, પાલનપુર, ઉમરપાડા, ઉમરલા, સિનોર, ખેડામા દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 

  અમદાવાદ: રાજ્યમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં સરેરાશ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 103% જેટલો વરસાદ નોંધાયો છે. ભારે બફારા અને ગરમી બાદ રાજ્યમાં ફરીથી વરસાદે ઠંકડ કરી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 18 કલાકમાં (11 સપ્ટેમ્બર રાતે 12 કલાક સુધીમાં ) રાજ્યમાં 168 તાલુકમાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જોકે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધતા થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. જેના કારણે પવન સાથે વરસદની સંભાવના છે.

  વરસાદના અનુમાન પ્રમાણે, દક્ષિણ ગુજરાત ,પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. તો અમદાવાદમાં પણ 14 અને 15 સપ્ટેમ્બરના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અન્ય વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શકયતા છે.

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો