liveLIVE NOW

Gujarat Weather Today LIVE: રાજ્યમાં વરસાદી માહોલ, નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો

Gujarat Rain Update: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગ (Meteorological department) ના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર (Arabian sea)માં એક લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

  • News18 Gujarati
  • | August 11, 2022, 16:22 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 8 MONTHS AGO
    16:18 (IST)
    ધોરાજીમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો જોવ મળ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થયા હતા. 

    16:18 (IST)
    સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના બારડોલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નગર તેમજ હાઇવે રોડ પર વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા છે. 

    16:18 (IST)
    દરિયામાં ભારે કરંટને પદગલે વેરાવળની એક બોટ મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી ગઈ હતી. બોટનું એન્જિન દરિયામાં બંધ પડી ગયા બાદ બોટ પાણીમાં તણાઈ હતી. જે બાદમાં માછીમારોએ એક રાત દરિયાની અંદર જ વિતાવી હતી. બીજા દિવસે કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને માછીમારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

    14:59 (IST)
    ગીર સોમનાથના દરિયાકાંઠે વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાયો છે. ભારે પવનથી માછીમારોની બોટને નુકસાનની ભીતિ સેવવામાં આવી છે. 

    13:53 (IST)
    ઝાલોદ તાલુકામાં આવેલો કાળી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારી હોવાથી લોકોને એલર્ટ કરાયા છે. ડેમ નજીક આવેલા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબળી, રળીયાતી ભુરા, રળીયાતી ગુર્જર, ગુલતોરા, ટાડાગોળા, દાંતીયા, શારદા, કાકરાકુવા, પેથાપુર, ખાખરીયા, ચાકલીયા ગામને એલર્ટ કર્યા છે. કાળી-2 ડેમ 98.38 % જેટલો ભરાતા સાવચેતીના ભાગરૂપે ગામોને એલર્ટ કરાયા છે. ડેમની કુલ સપાટી 257 મીટર છે. હાલ ડેમની સપાટી 256.90 મીટર છે. 

    12:7 (IST)
    નર્મદા ડેમની સપાટી વધી: ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દર કલાકે ડેમની સપાટીમાં પાંચ સેમીનો વધારો થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 132.74 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં 1,38,854 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 

    11:0 (IST)
    પ્રાચી તીર્થમાં તેજ પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયું છે. પ્રાચીથી કુંભારીયા ગામ તરફ જતો રસ્તા પર મોટું વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. 

    10:58 (IST)
    દક્ષિણ ગુજરાતના ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. ઉકાઇમાંથી 1.75 લાખ ક્યૂસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ બારડોલીનો હરિપુરા કોઝવે છઠ્ઠી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

    10:7 (IST)
    વરસાદી માહોલ વચ્ચે સુરતની તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

    અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગ (Meteorological department) ના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર (Arabian sea)માં એક લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.