Gujarat Weather Live updates: ગુજરાતના દરિયા બનશે આજે તોફાની, આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસશે વરસાદ
Gujarat Rain forecast: આજે રાજકોટ અમરેલી, પોરબંદર, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં અત્યારસુધી 78.97 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 126.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.47 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 67.82 ટકા, સૌરાષ્ટ્રમાં 75.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.49 ટકા વરસાદ પડ્યો છે.
14:40 (IST)
આ તારીખે ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. એકાદ જગ્યાએ અતિભારે વરસાદ પણ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
14:39 (IST)
અમાદવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી (Manorama Mohanty)એ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં ગુજરાત રિઝનમાં અતિભારે વરસાદ થવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ પડી શકે છે.
14:7 (IST)
ચાલુ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તમામ ડેમમાં નવા નીર આવ્યા છે. જેતપુર ભાદર-1 ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં 1.25 ફૂટ પાણીની આવક નોંધાઈ છે. વરસાદને પગલે ડેમની સપાટી 25.80 ફૂટે પહોંચી.
12:4 (IST)
24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં મેઘમહેર થઇ છે. સૌથી વધુ પોરબંદર શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ જ્યારે 8 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
11:1 (IST)
હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અહીં ભારે કરંટ સાથે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. 3 મીટરથી વધુ ઉછળી રહ્યા છે મોજા. ભારે મોજાને લઈ દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ. દરિયામાં માછીમારી કરવા ગયેલી બે બોટો હિલોળા લેતી જોવા મળી. તો દીવના નાગવા બીચ, જલંધર બીચ, ઘોઘલા બીચ પર નાહવા પર પ્રતિબંધ. આગામી 31 ઓગસ્ટ સુધી નાહવા પર પ્રતિબંધ.
10:38 (IST)
9:51 (IST)
8:33 (IST)
8:6 (IST)
અમદાવાદ: ગુજરાતમાં ફરીથી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat Rain forecast)ના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ગુજરાત (North Gujarat)માં હાલ વરસાદ માટે કોઈ આગાહી આપવામાં આવી નથી.
હવામાન વિભાગ દ્રારા આજે દસમી ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહેદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજકોટ અમરેલી, પોરબંદર, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.