liveLIVE NOW

Gujarat weather today Live: નર્મદા નદીનું જળ સ્તર 28 ફૂટે પહોંચતા ભરૂચ શહેરમાં પાણી ઘૂસવાની શરૂઆત

Gujarat Rains live Updates: વરસાદનાં આંકડા તપાસીએ તો ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે.

  • News18 Gujarati
  • | August 25, 2022, 14:50 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 MONTHS AGO
    14:13 (IST)
    ભરૂચ: નર્મદા નદી બે  કાંઠા વહી રહી હોવાથી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે. નર્મદાનું જળસ્તર 28 ફૂટે પહોંચતા ભરૂચ શહેરમાં પાણી પ્રવેશ્યા છે. મળતી માહિતી પ્રમાણે ફુરજા વિસ્તારમાં નદીનું પાણી ઘૂસી ગયું છે. પાણીમાં એક યુવાન ગરક થયાના સમાચાર પણ મળ્યા છે. 

    14:12 (IST)
    અરવલ્લી: નદીના પાણી ઘૂસતા ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં પાણી ભરાયું છે. ભિલોડાના પૌરાણિક મંદિરમાં પાણી ઘૂસતા ભક્તો શ્રાવણ મહિનો હોવાથી પાણી વચ્ચે પણ ભોળાનાથના દર્શન કરી રહ્યા છે. ભૃગુ કુંડમાં બે નદીઓનાં પાણી ફરી વળ્યાં છે. હાથમતી, ઇન્દ્રાસી, બુઢેલી નદીના પાણી આવ્યા છે. 

    11:35 (IST)
    ખેડાના ગામોમાં સાબરમતીના પાણી ઘૂસી ગયા છે. નદીના પાણીથી પથાપુરા ગામના ખેતરો તળાવ બની ગયા છે. નદીના પાણીથી ખેડાના કલોલી ગામનો સીમ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. 

    9:9 (IST)
    નર્મદા કાંઠે આવેલા ગામમાં પૂર: સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ભરૂચના ભાલોદ નજીક નર્મદા કિનારે આવેલા ગામમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. નર્મદા નદીમાં પૂર આવતા બે ગામોમાં પાણી ફરી વળ્યા છે.  જાંબાઝ સરપંચ નદીમાં દોરડું બાંધી જાતે જીવના જોખમે ગામનાના નાગરિકોને નદી પાર કરાવે છે.

    9:9 (IST)
    નર્મદા નદીની જળ સપાટી: ભરૂચ ખાતે નર્મદા નદીએ ભયજનકી સપાટી વટાવી છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે, જયારે ગુરુવારે સવારે નદી 28 ફૂટે વહી રહી હતી. નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવતા નદીની સપાટીમાં વધારો થયો છે. નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

    9:9 (IST)
    સરદાર સરોવર ડેમ: સરદાર સરોવર ડેમની સપાટી ગુરુવારે સવારે 136.10 મીટર જોવા મળી હતી. ડેમમાં પાણીની આવક 4,71,807 ક્યુસેક જ્યારે જાવક 5,00,000 ક્યુસેક છે. હાલ 23 દરવાજા 3.05 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,673 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. આ રીતે નદીમાં પાણીની કુલ જાવક 5,62,739 ક્યુસેક છે. કેનાલમાં 18,151 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

    8:43 (IST)
    ધરોઈ ડેમની સ્થિતિ: બીજી તરફ મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ધટાડો નોંધાયો છે. ધરોઈ ડેમમાં હાલમાં 23,534 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 23,534 ક્યુસેક જાવક થઈ રહી છે. ડેમમાં 88.47 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમની જળ સપાટી 619.02 ફૂટે પહોંચી છે.

    8:43 (IST)

    નમસ્કાર મિત્રો! ન્યૂઝ18 ગુજરાતના લાઇવ બ્લોગમાં તમારું સ્વાગત છે. અહીં તમને રાજ્યમાં હવામાન અને વરસાદની પળેપળની માહિતીથી વાકેફ રાખવામાં આવશે. 

    ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે. આ દરમિયાન સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આજથી સાવ ઓછો વરસાદ થવાની સંભાવના છે. વરસાદનાં આંકડા તપાસીએ તો ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છમાં વરસ્યો છે. ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્યમાં 82.28 ટકા વરસાદ નોંધાયો છે.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन